કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
ગાંધીધામ, કંડલા, ભુજમાં વરસાદી માહોલ કચ્છમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
(એજન્સી)કચ્છ, કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની ફરી શરૂઆત થઈ છે. વિવિધ વિસ્તારોમાં ફરી પવન સાથે વરસાદ ખબક્યો છે. કચ્છના ગાંધીધામ, કંડલા, ભુજ સહિતના વિસ્તરઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ભુજના વેકરિયા રણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
તો મોખાણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે કચ્છમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે કચ્છના અંજાર, આદિપુર, ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
અનેક જગ્યાએ વરસાદને પગલે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે વીજપોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. ક્યાક પાણીની ટાંકી હવામાં ઉડી, તો ક્યાક વૃક્ષો થયા ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.
કેટલાંક વિસ્તારોમાં કરા પડ્યાના પણ સમાચાર સામે આવ્યા હતા. રાજયમાં ઠેર ઠેર વરસાદની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છમાં પણ આ પ્રમાણેનું વાતાવરણ સામે આવ્યું છે. વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. હજી પણ આગામી દિવસોમાં વરસાદ વરસવાની શક્યતા છે.
વરસાદને કારણે ગામીમાં ઘટાડો થતાં લોકોને રાહત અનુભવાઇ છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.