અંતિમ બોલે ચેન્નઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું
નવી દિલ્હી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેમ્પિયન બનીને ધોનીસેનાએ રેકોર્ડ નોંધાવી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની છે.
આ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. રસપ્રદ વાત એ રહી કે ગુજરાત ટાઈટન્સ સામે વિજયી ચોગ્ગો પણ ગુજરાતી ખેલાડી સૌરાષ્ટ્રના સ્ટાર રવિન્દ્ર જાડેજાએ જ ફટકાર્યો હતો. આ સાથે ગુજરાત ટાઈટન્સ સળંગ બીજી વખત ચેમ્પિયન બનવાથી વંચીત રહી ગયું હતું. આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ પણ અત્યંત દિલધડક અને રોમાંચક રહી હતી અને તેનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.
ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રવિવારે ફાઈનલ રમાવાની હતી પરંતુ વરસાદ કારણે તે શક્ય બની ન હતી. જેના કારણે મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાઈ હતી. જેમાં ચેન્નઈએ ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતે સાઈ સુદર્શનના ૯૬ અને રિદ્ધમાન સહાના ૫૪ રનની મદદથી ગુજરાતે નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ગુજરાતની ઈનિંગ્સ બાદ વરસાદનું વિઘ્ન આવ્યું હતું. બાદમાં મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી.
ચેન્નઈ સામે ૧૫ ઓવરમાં ૧૭૧ રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જેને ચેન્નઈએ ૧૫મી ઓવરના અંતિમ બોલ પર જીતી લીધી હતી. અંતિમ બે બોલમાં ૧૦ રન જાેઈતા હતા ત્યારે રવિન્દ્ર જાડેજાએ પાંચમાં બોલ પર સિક્સર અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ગુજરાત ટાઈટન્સની ઈનિંગ્સ પૂરી થયા બાદ ૯.૩૦ વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો.
જાેકે, થોડા સમય બાદ વરસાદ બંધ થઈ જતાં ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગ્સ શરૂ થઈ હતી. પરંતુ ફક્ત ત્રણ બોલ ફેંકાયા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ રમત ફરીથી બંધ કરવી પડી હતી. જેને ફરીથી શરૂ થતાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. અંતે મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી અને ચેન્નઈ સામે ૧૫ ઓવરમાં ૧૭૧ રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ચેન્નઈ સામે ૧૫ ઓવરમાં ૧૭૧ રનનો લક્ષ્યાંક હતો.
જેની સામે ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડની ઓપનિંગ જાેડીએ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. આ જાેડીએ ૬.૩ ઓવરમાં ૭૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ઋતુરાજ ૧૬ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૬ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કોનવેએ ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૭ રન નોંધાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણે ૧૩ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૨૭ રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.SS1MS