વડોદરાના વાઘોડીયા રોડ પર ટીપી વચ્ચેનાં ૧૬ પાકાં મકાનો તોડી પડાયાં
વડોદરા, વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં હાઈવે નજીક વાઘોડીયા રોડ પરની અંબે વિધાલય પાસે મહાનગરપાલિકાની ટીપી સ્કીમ પડી છે.
જયાં ટીપી રસ્તામાં આવતા વર્ષોથી ગેરકાયદે બનેલા સાત પાકા મકાનો અને નવ જેટલી દુકાનો મળીને કુલ ૧૬ જેટલા ગેરકાયદે દબાણો પાલીકા તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા હતા ત્યારે તમાશો જાેવા આસપાસના સ્થાનીક રહીશોને ટોળા ઉમટયા હતા. પરંતુ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી.
બાપોદ પાસેના હાઈવે નજીક વાઘોડીયા રોડ પર પાલીકાની ટીપી સ્કીમનો રસ્તો જાહેર થયો છે. આ રસ્તા પર વર્ષો અગાઉ ગેરકાયદે બનાવેલા સાત પાકા મકાનો બનાવીને પરીવારો બિન્દાસ રહેતા હતા. ઉપરાંત પાલીકાની પડેલી આ ટીપી સ્કીમના રસ્તે નવ જેટલી ગેરકાયદે દુકાનો બનાવીનીે વેપારીએ પોતાના ધંધો જમાવી દીધીે હતો.
પરંતુ આ ટીપી સ્કીમનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ થઈ હતી. ત્યારે પાલીકાની દબાણ શાખાએ સ્થાનીક પોલીસનો બંદોબસ્ત મળી જતા આ તમામ કાચા ગેરકાયદે મળીને કુલ ૧૬ જેટલા દબાણો હટાવવાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ગેરકાયદે દબાણ કરનારાઓને અગાઉ પાલીકા દ્વારા નોટીસો પાઠવીને સુચના પણ આપવામાં આવી હતી.
આ તમામ કાચા પાકા દબાણો દુર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા શરૂ કરાતા જજાે સવારથી જ સ્થાનીક રહીશોના ટોળા ઘટના સ્થળે તમાશો જાેવા ઉઠયા હતા. પરંતુ પોલીસે કાયયદો અને વ્યવસ્થાની સ્થિતી કડકપણે જાળવી હતી જેથી દબાણ શાખાની કામગીરી સરળ બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણનો રાફડો ફાટયો છે. બિલાડીના ટોપની જેમ રોજીદા દબાણો ખુલ્લેઆમ થઈ રહયા છે. ત્યારે શહેરના દબાણો દુર કરવા માટે પાલીકા તંત્રને ફુરસદ મળતી નથી ત્યાયરે શહેરના છેવાડે ગેરકાયદે દબાણો બાબતે સમય જ કયાંથી મળે ? આમ છતાં જયારે શહેરમાં દબાણ શાખા માટે ખાસ કોઈ પ્રોગ્રામ ના હોય ત્યારે શહેરના છેવાડે પાલીકા તંત્ર દ્વારા દબાણ દુર કરવાની કામગીરી થાય છે.