BRTSમાં વધુ રકમ વસુલી ઓછી રકમની ટીકીટ આપવાનું કૌભાંડ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.સંચાલીત બી.આર.ટી.એસ બસમાં મશીન ખરાબ છે એવા બહાના હેઠળ વધુ રકમ વસુલી ઓછી રકમની ટીકીટ આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટથી ગીતામંદીર સુધીની ટીકીટ લેનારા વડોદરાના મુસાફરોને કડવો અનુભવ થતા બી.આર.ટી.એસ ઓનલાઈન ફરીયાદ કરી હતી. વડોદરાના રહીશ પ્રવીણ ગુપ્તાના કહેવા પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી હનુમાન કેમ્પ સ્ટોપ આવ્યું.
ત્યાંથી સીટીઝનને કંડકટર ટીકીટ આપતા તેમણે ટીકીટ ધ્યાનપુર્વક જાેઈ કહયું તમને પચાસ રૂપિયા આપ્યા અને તમે બાવીસ રૂપીયાની ટીકીટ કેમ આપી ? બાદમાં તેમણે પણ ટીકીટ તપાસતા તેમને બાવીસ રૂપિયાની ટીકીટ આપવામાં આવી હતી.
મુસાફરો ઉતાવળમાં રૂપિયા આપે છે. પરંતુ તેમને ટીકીટ કેટલી રકમની અપાઈ તે જાેતા નથી. આ અંગે ઓનલાઈન ફરીયાદ કરાતા બી.આર.ટી.એસ. તરફથી ફરીયાદ એટેન્ડ કરાઈ હતી.