51 સાવજને બીમારીથી બચાવવા મારણમાં અપાઇ દવા

પ્રતિકાત્મક
અમરેલી, ગિરસોમનાથ અને જુનાગઢ જીલ્લો ગીર વિસ્તારની અંદર ગણવામાં આવતો વિસ્તારને ગણવામાં આવે છે. આ વિસ્તારની અંદર વન્ય પશુઓ અને પ્રાણીઓનો ખૂબ જ વસવાટ છે ગીર સિંહનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. ચોમાસા પહેલા ગીર પૂર્વે પાંચ રેન્જમાં વનતંત્રની એક ઉત્કૃષ્ટ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સિંહને ઇતરડીથી લઈ પેટના કૃમિ સામે પણ રક્ષણ મળે જે માટે મારણમાં દવા આપવામાં આવી છે. મનીષ ઓડેદરા જણાવ્યું કે, બે વર્ષથી સિંહ માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં મરણમાં દવા આપવામાં આવે છે . સિંહના શરીર પરથી પણ મળે છે તેથી હિમોગ્લોબીન ઘટે છે અને બાદમાં માંદગીનો ભોગ સિંહ બને છે જેથી આ દવાઓ સિંહને મારણમાં આપવામાં આવી રહી છે અને ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
દલખાણીયા રેન્જમાં ૨૨ સિંહ, સરસીયા રેન્જમાં ૫, જસાધાર રેન્જમાં ૨૦, હડાલા રેન્જમાં ૨ અને તુલસીશ્યામ રેન્જ વિસ્તારની અંદર વસતા સિંહને મારણની અંદર ખાસ દવા આપવામાં આવી રહી છે અને ખાસ પ્રોગ્રામનું આયોજન કરી અને સિંહની સાચવણીનો ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા ડીવૉર્મિંગ કાર્યવાહી એક સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. ગીર પૂર્વેની જુદી જુદી પાંચ રેન્જમાં હાલ સિંહને મારણ માટે દવા આપવામાં આવી રહી છે.
સિંહ પરિવાર જ્યારે બળદ, ગાય, ભેંસ અને નીલગાય જેવા પ્રાણીઓનો મારણ કરે ત્યારે મોરબી પાલીકાનો સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને માલમાં જ દવાઓ ભેળવી દે છે. મારા ઉપર દવા નાખવા ઉપરાંત મારણના સાથળના ભાગમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો અપાય છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કામગીરીથી સિંહને ઇતરડી સહિતની ઝીણી જીવાતથી મુક્તિ મળે તે માટે પેટના કૃમિનો નાશ કરવામાં આવી રહ્યું છે.SS1MS