Western Times News

Gujarati News

થલતેજ-વસ્ત્રાલને જાેડતાં મેટ્રોના કોરિડોર પર વાંદરાઓનો ત્રાસ

(એજન્સી)અમદાવાદ, એવું લાગી રહ્યું છે કે, વાંદરાઓનું ઝૂંડ ન માત્ર રહેણાંક વિસ્તારોના ઘરો માટે પણ શહેરની મેટ્રો વ્યવસ્થા માટે પણ ઉપદ્રવ બની ગયું છે. થલતેજ અને વસ્ત્રાલને જાેડતાં મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરોડિર સાથે વાંદરાઓએ અવરોધ ઉભો કરવાનું શરુ કર્યુ છે.

આ કોરિડોરના અમુક વિસ્તારો ઊંચા વૃક્ષોવાળા અને લીલા છમ છે અને આ વૃક્ષોની ઊંચાઈ એલિવેટેડ મેટ્રો ટ્રેકની સમાન છે. મેટ્રોના અધિકારીઓ જાણે છે કે, આ વૃક્ષો પર વાંદરાઓનો વસવાટ છે અને સાવચેતીના ભાગરુપે ટ્રેનના પાઈલટ્‌સને નદી ક્રોસ કરતી વખતે થલતેજ તરફ અને

સરદાર પટેલ સ્ટેડિયમ નજીક વસ્ત્રાલની તરફ જતી હોર્ન વગાડવાની સૂચના આપવામાં આવી છે. જાે કે, આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં સુધી ટ્રેન તેમની ખૂબ નજીક ન આવે ત્યાં સુધી વાંદરાઓ કોરિડોરની રેલિંગ પરથી હટતા નથી, જેના કારણે ટ્રેન અટકી જાય છે.

અત્યાર સુધીમાં એપીએમસીને મોટેરા સાથે જાેડતા ઉત્તર દક્ષિણ કોરોડિર પર વાંદરાઓ મેટ્રો કામગીરીમાં દખલ કરતા જાેવા મળ્યા નથી. મોટેરા અને ગાંધીનગર વચ્ચે કામગીરી શરુ થયા પછી આ સમસ્યા મોટી બની શકે છે. આ વિભાગમાં મેટ્રો કોરિડોર કોબા સર્કલ અને ઈન્ફોસિટી નજીકના લીલા વિસ્તારોમાંથી પસાર થાય છે,

એવું એક સિનિયર ઓફિસરે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ સમસ્યાને હળવી કરવા માટે એલિવેટેડ કોરિડોરની નજીક આવેલી શાખાઓને ટ્રિમ કરવાની યોજના બનાવી રહ્યા છે. જાે કે, મેટ્રો ટ્રેનનો સતત હોર્ન વગાડવો કોરિડોરના નવરંગપુરા વિસ્તારની પાસે રહેતા રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

મેટ્રોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જાે મેટ્રોની કામગીરી મોડી રાત સુધી લંબાવવામાં આવશે તો તે રહેવાસીઓની ઊંઘની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરશે. એએમસીના અધિકારીએ જણાવ્યું કે, સમસ્યાની જગ્યાઓએ વૃક્ષો કાપવા માટે બિનસત્તાવાર વિનંતીઓ કરવામાં આવી હોવા છતા કોઈ સત્તાવાર સંદેશા વ્યવહાર થયો નથી અને હજુ સુધી કોઈ કાર્યવાહી શરુ કરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.