Western Times News

Gujarati News

મ્યુનિ. રેફયુઝ સ્ટેશન પર સૂકા કચરાની તારવણી માટે ઓટોમેટિક મશીનો મુકવામાં આવશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્રિત કરી એને રેફયુઝ સ્ટેશન પર લઈ જવામાં આવે છે જયાં સુકા કચરાને અલગ કરવામાં આવે છે આ કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અલગ તારવવામાં આવેલ કચરો રિસાયકલ થાય છે.

સદર કામગીરી ઝડપી બને તેમજ સુકા કચરાનો ઝડપથી નિકાલ થાય તે માટે મ્યુનિ. કોર્પો.એ કચરા તારવણી માટે ઓટોમેટિક મશીનો વસાવવાનો પણ નિર્ણય કર્યો છે. પ્રાયોગિક ધોરણે શહેરના પાંચ રેફયુઝ સ્ટેશનો પર આ મશીનો મુકવામાં આવશે.

મ્યુનિ. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમાંથી જે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે તેમાંથી કા કચરાને રિસાયક્લિંગ કરવાની કામગીરી કરવામાં આવે છે હાલમાં ૧૦૭૦ જેટલા રેગપિકર્સ (કચરો વીણનાર) મહિલાઓ કામગીરી કરે છે

આ કામગીરીને ઝડપી કરવામાં આવે અને પૂર્ણ રિસાઇકલ થાય તેના માટેનો મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. સોલા વાસણા વસ્ત્રાલ વાડજ અને ખાડિયા એમ પાંચ રેફ્યુજ સ્ટેશન ઉપર ત્રણ કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં કંપનીઓ દ્વારા ભાવ મુકવામાં આવ્યો હતો. ૧૭૦થી લઇ ૧૮૦ રૂપિયા પ્રતિ ટન ભાવ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને પ્રતિ ટન આ ભાવે રોયલ્ટી ચૂકવવામાં આવશે. દરેક સ્ટેશન ઉપર સેમી ઓટોમેટેડ મશીન દ્વારા આ કામગીરી કરવામાં આવશે.

ઓટોમેટીક ઉપરાંત પણ જે રેગપીકર્સ દ્વારા કામગીરી કરવામાં આવે છે તે કામગીરી તો ચાલુ જ રહેશે જેના કારણે આ સૂકા કચરાના રિસાયકલિંગની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.