ભક્તોને દર્શન આપવા માટે અમરનાથ પ્રકટ થયાં
બાબા બર્ફાનીની પ્રથમ તસવીર સામે આવી
યાત્રાના રુટને તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થામાં ગુફા સુધી પહોંચી ચુક્યા છે
ભક્તોને દર્શન આપવા માટે અમરનાથ પ્રકટ થયાં
નવી દિલ્હી, આ તસવીરોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, ગુફા પર પ્રાકૃતિક રીતે હિમલિંગ પુરા આકારમાં બનેલ છે. જાહેર કરવામાં આવેલી તસવીરમાં પવિત્ર શિવલિંગ સાથે મા પાર્વતી અને ગણેશના પ્રતીક મનાતા હિમસ્તિંબ પણ પુરા આકારમાં જાેઈ શકાય છે. સત્તાવાર રીતે અમરનાથ યાત્રા શરુ થવામાં હજુ એક મહિનાનો સમય બાકી છે.
અને અધિકારી તથા સુરક્ષા ફોર્સના જવાનો ગુફા પર પહોંચી ચુક્યા છે. યાત્રાના રુટને તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થામાં ગુફા સુધી પહોંચી ચુક્યા છે. યાત્રાના રસ્તામાં બરફને સાફ કરવાનું કામ લગભગ પુરુ થઈ ચુક્યું છે.
બરફને કાપીને ટ્રેક પર યાત્રીઓ માટે ચાલવા લાયક બનાવામાં આવી રહ્યું છે. અહીંથી બંના રસ્તા પર સેનાની સીમા સડક સંગઠન કામ કરી રહી છે. ટ્રેક પર આ વખતે ગત વર્ષની સરખામણીએ કેટલાય ગણો વધારે બરફ પડ્યો છે અને હાલમાં આખા રસ્તા પર દસથી વીસ ફુટ બરફ જામેલા છે.
આ વર્ષની અમરનાથ યાત્રા ૧ જૂલાઈથી શરુ થઈ રહી છે અને ૨૯ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થવાની છે. અમરનાથ યાત્રા માટે સરકારે ૧૦ એપ્રિલના રોજ શિડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા ૬૨ દિવસ સુધી ચાલશે. યાત્રા માટે ૧૭ એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ પર રજિસ્ટ્રેશન શરુ થઈ ગયું છે.
અમરનાથ યાત્રા ૨૦૨૩માં અરજી કરવા માટે ઉમર નિર્ધારિત છે. જેમાં ભક્તોની ઉંમર ૧૩ વર્ષથી વધારે અને ૭૫ વર્ષની વચ્ચે હોવી જાેઈએ, તેની સાથે જ જાે કોઈ મહિલા ૬ મહિનાથી વધારેની ગર્ભવતી છે, તો તે આ યાત્રા કરી શકતી નથી.ss1