હરસોલ શ્રી.આર ભગત. હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
(પ્રતિનિધિ) હરસોલ, તલોદ તાલુકાના હરસોલ ગામ ખાતે આવેલ શ્રી. આર ભગત હાઈસ્કૂલ ખાતે આજે એટલે કે ૨૬ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખવા મા આવતા આ દિવસે સમગ્ર વિશ્વમાં આ દિવસે મોટા ભાગના લોકો યોગ કરતા હોય છે તેથી આ યોગ નૂ કેટલૂ મહત્વ જીવન દરમ્યાન રહેલૂ છે તે ની જાણ કારી સમગ્ર લોકો ને મલે તે માટે આ દિવસ ને વિશ્વ યોગ દિવસ નિમિતે ઉજવવામાં આવતો હોય છે.
આ થી આજે યોગ દિવસ હોવાથી સવાર થી જ વિદ્યાર્થી ઓ શાળા મા આવી પહોંચ્યા હતા વિશ્વ મા યોગ દિવસ ઉજવવા લોકો પણ ઘેલા થઇ જવા પામ્યા હતા. હરસોલ શ્રી. આર. ભગત. હાઈસ્કૂલ ના આજે શાળા ના વિદ્યાર્થી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ સાથે શાળા નો શિક્ષક ગણ પણ ઉપસ્થિત રહ્યા હતો શાળા મા હરસોલ ગામ ખાતે ફરજ બજાવતા આશા વર્કર બહેનો, તથા હરસોલ ગામ ના તલાટી મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
વિશ્ચ યોગ દિવસ ઉજવણી મા આ તમામ સંચાલન અને યોગ દિવસ ને ખૂબરીતેસફળતા પુર્વક પાર પાડવા મા શાળા મા શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા વાઘેલા સાહેબે ખૂબ મહેનત કરી હતી અને તેમણે જ હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓને તથા શિક્ષકો, તથા અન્ય જે કોઈ હાજર રહૈલા તમામ મહેમાન નો ને યોગ વિશે ના ફાયદા જણાવ્યા હતા. *