આંગળીમાં વીંટી પહેરવાનો શોખ છે- આ થઈ શકે છે ગંભીર સમસ્યા
જાણો વીંટી પહેરવાથી ગંભીર સમસ્યા ‘એમ્બેડેડ રિંગ સિન્ડ્રોમ’ કેવી રીતે થાય
નવી દિલ્હી, વીંટી આપણાંમાંથી ઘણા લોકો પહેરતા હોય છે. જાે તમે પણ વીંટી પહેરો છો તો સાવધાન રહેજાે. વીંટી તમને ગંભીર બીમારી આપી શકે છે. એટલે સુધી કે તેના કારણે આંગળી કાપવાની વાત પણ આવી શકે છે. સાંભળવામાં અજીબ લાગતું હશે, પરંતુ આ વાતમાં ઘણુ સત્ય છે. રીંગ તમારા સ્વાસ્થ્ય માટે પણ સમસ્યા બની શકે છે. How wearing a ring can cause the serious problem ’embedded ring syndrome’
કેટલાક લોકો ફેશનેબલ અથવા સ્ટાઇલિશ દેખાવા માટે તેમના હાથમાં વીંટી પહેરે છે, જ્યારે કેટલાક લોકો ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણથી વીંટી પહેરે છે. એવા ઘણા લોકો છે જે વર્ષો સુધી એક જ આંગળીમાં વીંટી પહેરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે લાંબા સમય સુધી એક જ વીંટી પહેરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
કરનાલના એમડી ફિઝિશિયન ડૉ. મનીષ ગુપ્તાએ કહ્યું કે જાે તમે વર્ષોથી એક જ વીંટી પહેરી રહ્યા છો અને આ દરમિયાન તમારું વજન પણ ઝડપથી વધી ગયું હોય તો આ રિંગ તમારા માટે સમસ્યા બની જશે. ખૂબ ટાઈટ વીંટી પહેરવાથી ક્રોનિક કન્સ્ટ્રક્શન થઈ શકે છે, જે ચિંતાનો વિષય છે. તેનાથી ‘એમ્બેડેડ રિંગ સિન્ડ્રોમ’ થઈ શકે છે, જે ખતરનાક છે.
ડૉક્ટરે વધુમાં સમજાવ્યું હતું કે ખૂબ જ કડક રિંગ પહેરવાથી થતી સમસ્યા ‘ક્રોનિક કન્સ્ટ્રક્શન’ને કારણે છે જે ત્વચાના પેશીઓ અને ચેતાને નુકસાન પહોંચાડે છે અને નેક્રોસિસ તરફ દોરી શકે છે. એટલું જ નહીં, પાછળથી તમે ઇન્ફેકશનની ઝપેટમાં પણ આવી શકો છો, જેના કારણે અસરગ્રસ્ત આંગળીને કાપવી પડી શકે છે.
ઘણા લોકો ટાઈટ વીંટી પહેરવાના ગેરફાયદાથી વાકેફ હોવા છતાં આવું કરવાની ભૂલ કરે છે. જાે તમને ટાઈટ વીંટી પહેરવાને કારણે ઈન્ફેક્શન થાય છે, તો આ ઈન્ફેક્શન આંગળીઓ સહિત આખા હાથ સુધી ફેલાઈ જવાની શક્યતા વધારે છે. આવી સ્થિતિથી પીડિત લોકોની સારવાર કરવી ક્યારેક મુશ્કેલ બની જાય છે અને અંતે ડૉક્ટરને હાથ અથવા આંગળી કાપી નાખવી પડે છે.SS1MS