વાત્રક જમણા કાંઠાની કેનાલના સાયફનમાં ભંગાણ : ૭ દિવસ સુધી લાખ્ખો લીટર પાણી વેડફાયું
૭ દિવસ અગાઉ બામણીયાના મુવાડા નજીક વાત્રક જમણા કાંઠાના કેનાલના સાયફનમાં ભંગાણ પડતા લાખ્ખો લીટર પાણી વાંઘામાં વહી જતા શિયાળુ વાવણી સમયે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા કેનાલના સાયફનમાં ગાબડું પડતા ૭ થી વધુ ગામડાના ખેડૂતો સિંચાઈથી વંચિત રહેતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ખેડૂતોએ જવાબદાર તંત્રમાં રજુઆત કરવા છતાં તંત્રએ થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી હોય તેમ ૬ દિવસ પછી ગાઢ નિંદ્રામાં પોઢેલ તંત્ર સફાળું જાગી કેનાલમાં પડેલા ભંગાણમાં સમારકામ હાથધરવામાં આવતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો
બામણીયાના મુવાડા નજીક વાત્રક જમણાકાંઠાની કેનાલના સાયફનમાં ભંગાણ થતા લાખ્ખો લીટર પાણી વાંઘામાં વહી જતા ધામણીયા,બીલવાણીયા,શરડીકંપા,રામાપીરની સીમમાંથી પસાર થતી આ કેનાલમાં પૂરતું પાણી ન આવતા ખેડૂતો શિયાળુ ખેતીમાં અટવાયા હતા ૭ દિવસ સુધી લાખ્ખો લીટર પાણી વહ્યા પછી જાણે જવાબદાર તંત્ર ગાઢ નિંદ્રામાં થી જાગી કેનાલના સાયફનમાં પડેલા ભંગાણની સમારકામની કાર્યવાહી હાથધરી હતી