આજથી ગોવા- મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન
મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ઓનલાઈન માધ્યમથી પ્રથમ પ્રવાસમાં મડગાંવ રેલ્વે સ્ટેશનથી ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. Goa Mumbai Vande Bharat train
રેલ્વે અધિકારીઓએ અહીં જણાવ્યું કે, આ દેશની ૧૯મી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હશે, ચોથી વંદે ભારત ટ્રેન મુંબઈથી અને પાંચમી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રથી ઓપરેટ થશે. તેમણે જણાવ્યું કે, મડગાંવ રેલ્વે સ્ટેશન પર આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અન્ય મહાનુભાવો સાથે હાજર રહેશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન લગભગ ૧૦.૪૫ વાગ્યે વિડિયો લિંક દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને તે લગભગ ૬.૩૦ વાગ્યે મુંબઈ પહોંચશે. તેમણે માહિતી આપી હતી કે, અન્ય વંદે ભારત એક્સપ્રેસના ૧૬ કોચથી વિપરીત, મુંબઈ-ગોવા રૂટ પર ચાલતી ટ્રેનમાં માત્ર આઠ કોચ હશે.