AMCમાં ગેરરીતિ આચરનાર કર્મચારીઓની નોકરીમાં પરત લેવાની અરજી ફગાવાઈ

વસ્ત્રાપુર સિવિક સેન્ટરમાં નાણાંકીય ઉચાપત કરનાર ત્રણ જેટલા કર્મચારીઓની અરજી પણ ફગાવી દીધી હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા નોકરીમાં ગેરહાજરી અને અનેક કૌભાંડો મામલે ખાતાકીય તપાસમાં દોષિત ઠરેલા કર્મચારીઓની અપીલ કમિટી શુક્રવારે તા. 02-06-2023ના રોજ મળી હતી.
જેમાં ખોટા પુરાવાઓ રજૂ કરી નોકરી મેળવનાર અને પાંચેક વર્ષ સુધી નોકરીમાં હાજર ન રહેનાર એવા કુલ ૧૧ જેટલા લોકોની નોકરીમાં પરત લેવાની અરજીને ફગાવી દીધા છે. વર્ષ ૨૦૧૬માં વસ્ત્રાપુર સિવિક સેન્ટરમાં નાણાંકીય ઉચાપત કરનાર ત્રણ જેટલા કર્મચારીઓની અરજી પણ ફગાવી દીધી હતી અને કોર્ટના ર્નિણય બાદ કોર્પોરેશનનો ર્નિણય લેવાશે.
અન્ય ૧૫ જેટલા લોકોને એક ઇન્ક્રીમેન્ટથી લઈ ચાર ઇન્ક્રીમેન્ટ કાપવા સુધીની સજા અને ડીગ્રેડ કરવાની સજા આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓની અપીલ સબ કમિટી મળી હતી જેમાં જે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ બાદ જે ર્નિણયો લેવામાં આવ્યા હતા તેમાં ૧૧ કર્મચારીઓની અપીલને નામંજૂર કરવામાં આવી છે. ત્રણ કર્મચારીઓનો કોર્ટના ર્નિણય બાદ ર્નિણય લેવામાં આવશે
જ્યારે પણ બાકીના લોકો ને એક ઇન્ક્રીમેન્ટથી લઇ ચાર ઇન્ક્રીમેન્ટ કાપવાની સજા આપી અને નોકરી પર પરત લેવાયા છે. વર્ષ ૨૦૧૬માં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં કેશિયર તરીકે ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક દિલીપભાઈ બામણીયા અને અનિલ પ્રજાપતિ તેમજ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કૌશિક રાવલ દ્વારા નાગરિકો દ્વારા
જે ટેક્સ ઉપરાંત જેટલી પણ સુવિધાઓની ફી ભરવામાં આવતી હતી. તેમાં નાણાકીય ઉચાપત કરી રૂ. ૨.૫થી ૩ કરોડ નું કૌભાંડ કરવામાં આવ્યું હતું. જે મામલે ત્રણેયને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેઓની ગ્રેજ્યુએટીની પૂરેપૂરી રકમ જપ્ત કરી લેવામાં આવી હતી.
તેઓ પાસેથી રકમની વસુલાત કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ત્રણેય કર્મચારીઓ દ્વારા અપીલ સબ કમિટી માં પોતાની અરજી મૂકવામાં આવી હતી જેનો નિર્ણય કોટ ચુકાદાને આધિન રહેશે. આ ઉપરાંત ગોમતીપુર વોર્ડના સફાઈ કર્મચારીએ વારસદારના ખોટા પુરાવા રજુ કર્યા હતાં.
લાંભા વોર્ડના મોટર મજૂર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ એક સરખા પાન નંબર, સરનામું ધરાવતા બે અલગ અલગ વ્યક્તિના એમ્પ્લોટ નંબરથી પગાર મેળવતા હતા આ ઉપરાંત ચાર જેટલા કર્મચારીઓ લાંબો સમય ગેરહાજર રહયા હતા આ તમામને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા
જે નિર્ણયને કમિટી દ્વારા જાળવી રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૧૫ જેટલા લોકોને નાની મોટી એક ઇન્ક્રીમેન્ટ થી લઈ અને ચાર ઇન્ક્રીમેન્ટ કાપવા સુધીની સજા આપી અને તેઓને સૂચના આપવામાં આવી છે.