અમદાવાદ SOGએ ફરી એકવાર ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

(એજન્સી)અમદાવાદ, રાજયમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે અને આંતરરાજ્યમાંથી ડ્રગ્સ લાવી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યુ છે. અમદાવાદ એસઓજીએ ફરી એકવાર ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એસઓજીએ બાતમીને આધારે ૧૨૯ ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સહિત ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. Ahmedabad SOG once again nabbed the accused with the quantity of drugs
એસઓજીએ બાતમીને આધારે ટીમ બનાવી સીટીએમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક બસમાં તપાસ કરતા બે શકમંદો નજરે પડતા તેમની પૂછપરછ અને તલાશી લેવાઈ તી આ દરમિયાન આરોપીઓ પાસેથી ૧૨૯ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતુ.
આ ડ્રગ્સની બજાર કિંમત ૧૨.૫ લાખ જેટલી છે.જ ડ્રગ્સ પેડલરો લકઝરી બસમાં મુંબઈથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને તેઓના મુંબઈના ડ્રગ્સ માફિયા સાથેના કનેક્શન ખુલ્યા છે જેને લઈને એસઓજીએ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલ ડ્રગ્સ પેડલર અલ્લારખા અને શાહનવાજની તપાસમાં તેઓ વેસ્ટ મુંબઈના કુરલા વિસ્તારમાં ડ્રગ્સ માફિયા અદનામ પાસેથી ડ્રગ્સ લાવતા હતા
અને ત્યાર બાદ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના નાના પેડલરોને પડીકીમાં વેંચતા હતા.પકડાયેલ કુખ્યાત પેડલર અલ્લારખા વિરુદ્ધ ૯ જેટલા ગુના નોંધાયા છે. પાસા પણ થઈ ચૂક્યા છે. એક વર્ષ પહેલાં ડ્રગ્સ હેરાફેરી કેસમાં આરોપી અલ્લારખાને ડ્રગ્સ સાથે પકડ્યો હતો
જે જેલમાં સજા ભોગવી રહ્યો હતો બે મહિના પહેલા જ પેરોલ જમ્પ કરીને બહાર આવ્યો અને જેલમાં પરત જવાના બદલે ફરી ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું. પેરોલ જમ્પના આરોપીની તપાસ કરી રહેલી એસઓજીની ટીમને અલ્લારખાની માહિતી મળતા મુંબઈ અને અમદાવાદના ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. હાલમાં એસઓજીએ બન્ને આરોપીની ધરપકડ કરીને ડ્રગ્સમાં જાેડાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.