શંકાસ્પદ કોપર વાયરના જથ્થા સાથે ૩ આરોપીઓની ધરપકડ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઈન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ કોપર વાયર મળી રૂપિયા ૬૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન જીતાલી ગામ પાસે આવેલ પ્લેટીનીયમ ઈન્ડસ્ટ્રીયલ કંપની તરફ જવાના માર્ગ ત્રણ ઈસમો ચાર કોથળા સાથે ઉભેલ હતા.જેઓ ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેઓ પાસે જઈ તેમની પાસે રહેલ કોથળામાં જાેતા કોપર વાયર મળી આવ્યા હતા.
પોલીસે કોપર વાયર અંગે ત્રણેય ઈસમોની પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ જીતાલી ગામ પ્લેટીનીયમ ઈન્ડસ્ટ્રીયલ પાસે રહેતો પપ્પુસિંગ સવંતસિંગ રાવત,કાનાસિંગ ડુંગરસિંગ રાવત
અને રાજુલાલ ધીસુજીલાલ ભીલને ઝડપી પાડી ૭૬.૬૦૦ કિલો કોપરનો જથ્થો કિંમત રૂપિયા ૫૫ હજાર અને ફોન મળી કુલ ૬૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ મુદ્દે વધુ તપાસ હાથધરી છે.