Western Times News

Gujarati News

વિદ્યાનગરના વૃદ્ધની સામરખાની ૭ કરોડની જમીન પચાવી પાડનાર પાંચ સામે ફરીયાદ

આણંદ, આણંદ નજીક વિધાનગરમાં રહેતા એક વૃધ્ધની આણંદ તાલુકાના સામરખા ગામની સીમમાં આવેલી કિમતી જમીન વેચાણ લેવાના નામે ખોટા પાવર ઓફ એર્ટની દ્વારા દસ્તાવેજ કરી છેતરપિંડી કરનાર આણંદ ગામડી,ી વલાસણ અને સામરખાના પાંચ શખ્સો વિરૂધ્ધ વૃધ્ધની ફરીયાદ લઈ આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિધાનગરના ૯૦ વર્ષીય મનુભાઈ કેશવભાઈ પટેલ નિવૃત્ત્‌ જીવન ગુજારે છે. તેઓના ચાર સંતાનો વિદેશમાં રહેતા હોઈ મનુભાઈ પટેલ એકલા જ રહે છે. મનુભાઈ પટેલની આણંદ તાલુકાના સામરખા ગામની સીમમાં બ્લોર સર્વે નંબર ૮૬૯પ્લસ ૭૭૦/ર જેનું કુલ ેક્ષેત્રફળ હેકટર ૦૮૩-૯૭ આર એ આકાર રૂા.૧ર૧૯ કોમ્પ્યુટર ખાતા નંબર ૧૩૮ વાળી જમીન આવેલી છે.

ગત વર્ષ ર૦રરના ઓગષ્ટ મહીનામાં મનુભાઈ પટેલના સંબંધી કરમસદના મનુભાઈ પટેલને વલાસણ ગામે રહેતા જમીનદલાલ નિરંજન રમેશભાઈ પટેલ મળ્યા હતા. અને તમારા સગાનીી જમીન વેચવાની છે. જેથી રાજુભાઈ પટેલ નિરંજનભાઈ પટેલને મનુભાઈ પટેલ સાથે ભેગાં કરાવ્યા હતા.

ત્યારબાદ નિરંજન પટેલ સત્તાર ગનીભાઈ વોરા અને ઈરફાન ઉસ્માનભાઈ વહોરન લઈને મનુભાઈ પટેલને મળ્યા હતા અને ઓળખાણ કાવી ૭ કરોડ ૧પ લાખ જમીનના આપવાનો પાકો વિશ્વાસ ત્રણેય જણાએ આપ્યો હતો. તેથી મનુભાઈ પટેલે પોતાની જમીન વેચાણ આપવા સંમતી દર્શાવી હતી.

અને જમીન પેટે ૮ લાખ જમીનના બાના પેટેઆપીને સોદો નકકી કર્યો હતો. દસ્તાવેજ કર્યા બાદ નાણાં આપવાનું જણાવ્યું બીજી તરફ મનુભાઈ પટેલેને સામરખા ગામેથી જાણવા મળેલ છે. તેઓની જમીનનો વેચાણ દસ્તાવે તારીખ ૭-૧૦-ર૦રરના રોજ થઈ ગયો છે.

જેથી મનુભાઈ પટેલે તપાસ કરતા તેઓએ જમીનનો વેચાણ દસ્તાવેજ પ્રકાશ ઈશ્વરભાઈ પટેલ રહે. મુખીવાળું ફળીયું દરવાજામાં ગામડી એ મનુભાઈ પટેલના ખોટો પાવર ઓફ એટર્ની બનાવી સત્તાર ગનીભાઈ વોહરા અને ઈરફાન ઉસ્માનભાઈ વહોરાનું વેચાણ દસ્તાવેજ કરી આપેલ હોવાનું અને દસ્તાવેજ કરવા માટે ખોટો પાવર ઓફ એટર્ની બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.