એવું તે શું થયું કે યુવકે જિલ્લા કચેરી પહોંચી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો
ગોધરા જિલ્લા સેવા સદન કચેરીએ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં આવેલ જિલ્લા સેવા સદનની કચેરી ખાતે છેલ્લા દસ દિવસથી પોતાની પત્ની અને બાળકને ગુમ થયાને લઈને આજે એક શખ્સ દ્વારા આત્મ વિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને ગોધરા શહેરના એ અને બી ડિવિઝન પોલીસનો કાફલો જિલ્લા સેવાસદન કચેરી ખાતે આત્મવિલોપન કરનારા શખ્સ ના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ગોધરા શહેરના કાછિયાવાડ વિસ્તારમાં રહેતા મનીષ સુરેશચંદ્ર પટેલ ની પત્ની અને બાળક છેલ્લા દસ દિવસથી જીગ્નેશ પટેલ નામનો અમદાવાદનો ઈસમ ગુમ કરી લઈ ગયા નો આક્ષેપ સાથે આજે ગોધરા શહેરના જિલ્લા સેવા સદન કચેરી ખાતે પેટ્રોલના બોટલ લઈને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તાબડતોડ સ્થાનિક એ અને બી ડિવિઝન પોલીસે આત્મવિલોપન કરનાર મનીષકુમાર પટેલ ના પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો. અને ત્યારબાદ તેને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.મનીષે વધુમાં જણાવ્યું હતું મારી પત્ની અને બાળક છેલ્લા દસ દિવસથી મારી સાસરીમાંથી ગુમ થઈ ગયા છે.
જેથી મેં મારી સાસરીમાં જઈને મારી સાસુને કહ્યું હતું કે મારો દીકરો અને મારી પત્ની ક્યાં છે. ત્યારે તેઓએ મને જણાવ્યું હતું કે તમારો દીકરો શિબિરમાં ગયો છે. ત્યારે મેં તાત્કાલિક શિબિરમાં જઈને તપાસ કરી પરંતુ ત્યાં પણ મને મારો દીકરો અને મારી પત્ની જાેવા ન મળી હતી.મારે લગ્ન કરે આજે ૧૭ વર્ષ જેટલો સમય થઈ ગયો છે.
અને જેમાં મને ૧૩ વર્ષનો દીકરો છે. અને આજે આ રીતે મારી પત્ની અને દીકરા ગુમ થવાથી મારું દિલ તૂટી પડ્યું છે.મેં મારી પત્ની અને બાળક ગુમ થયાને બાબતે પોલીસ તંત્રમાં અને કલેક્ટર કચેરીમાં પણ જાણ કરી છે. તેમ છતાં પણ મને ન્યાય મળતો નથી.
હું જાણું છું ત્યાં સુધી મારી પત્ની અને બાળકને મારા સાળાનો મિત્ર જીગ્નેશ પટેલ નામના ઈસમે મારી પત્ની અને બાળકને લઈ ગયો છે. આ જીગ્નેશ પટેલ વારંવાર મારા ઘરે આવતો હતો. અને મારી પત્નીને એમ કહેતો હતો કે તારે દવાખાને જવાનું છે તેમ કહીને તેને અમદાવાદ લઈ જવામાં આવતી હતી.