Western Times News

Gujarati News

ભણતરથી કંટાળેલા વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલ વેચવા કાઢી: ૩૪ લાખમાં કરવાનો હતો સોદો

નવી દિલ્હી, શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો, દરેક ઉંમરમાં તોફાન મસ્તી કરતા હોય છે. પણ હાલમાં જ અમુક વિદ્યાર્થીઓએ તો હદ કરી નાખી. તેમણે પોતાની સ્કૂલને એક રિયલ એસ્ટેટ વેબસાઈટ પર વેચવા માટે નાખી. મામલો અમેરિકાના મેરીલેન્ડનો છે.

ફોર્ટ માઈડેમાં માઈડે હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓએ સાઈટ પર રીતસરનું પોતાની સ્કૂલની એક એક વિગતો શેર કરી હતી. ભણતરથી કંટાળેલા આ પ્રેંકસ્ટર બાળકોએ એક મજાકના સ્તરની જાહેરાત કરી, જેમાં કટાક્ષ કરતા સ્કૂલની વિશેષતાઓ પર ધ્યાન આપ્યું હતું. સ્કૂલની એક તસવીર સાથે તેમાં કહેવાયું છે કે, અહીં કચરાનું એર ફ્રેશનર છે અને પાણીની સમસ્યા છે. વેબસાઈટ પર વિદ્યાર્થીઓએ સ્કૂલની કિંમત ૪૨,૦૬૯ બિલિયન (૩૪,૬૧,૯૬૩ રૂપિયા) મુકી હતી.

આ છાત્રોએ પોતાની સ્કૂલને નાઈસ હાલ્ફ વર્કિંગ જેલ પણ કહી દીધી હતી જેમાં ખતરનાક અધૂરુ કંસ્ટ્રક્શન પણ છે, જે જીવલેણ થઈ શકે છે. તેના માટે તેમાં લખવામાં આવ્યું છે કે, અહીં બહુ કીડા મકોડા છે, જે આપને પરેશાન કરી દેશે. સ્કૂલના અધિકારીઓને જ્યારે તેની જાણકારી થઈ તો, તેણે નારાજગી વ્યક્ત કરવાની જગ્યાએ છાત્રોનો આ મજાક કરવાના અંદાજનો વખાણ કર્યા.

સ્કૂલના પ્રવક્તા બોબ મોજિયરે કહ્યું કે, આ જાહેરાત ખૂબ જ ક્રિએટિવ હતી, પણ અમે હેરાન છીએ કે, તેને પોસ્ટ કરનારાઓએ આટલી સરસ ખૂબીઓ ગણાવી છતાં કિંમત ખૂબ ઓછી આંકી. ખરીદનારા લોકોએ તેને તુરંત ખરીદી લેવી જાેઈએ, વધારે દિવસ સુધી આ ડીલ માર્કેટમાં નહીં રહે. મોજિયરે કહ્યું કે, સ્કૂલે આ મજાકને ખૂબ જ હળવાશમાં લીધી અને પોઝિટીવ રીતે લીધી છે.

જાે કે, આ જાહેરાત હવે હટાવી દેવામાં આવી છે. આ પહેલીવાર નથી, જ્યાં આવી રીતે કોઈ હાઈસ્કૂલ સીનિયર્સે આ રીતની મજાક કરી હોય. ૨૦૨૦માં કોરોના વાયરસ મહામારીની શરુઆત દરમ્યાન મેરીલેન્ડના એનાપોલિસમાં બ્રોડનેક હાઈસ્કૂલના છાત્રો મજાકમાં પોતાની સ્કૂલ બહાર વેચાણ માટે એવું બોર્ડ લટકાવીને ભાગી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.