કેરાલા સ્ટોરીના શૂટિંગ વખતે અદાએ ૪૦ કલાક સુધી પીધું નહોતું પાણી
મુંબઈ, ફિલ્મ ‘ધ કેરાલા સ્ ટોરી’માં અદા શર્મા લીડ રોલમાં છે. તેમાં તે છોકરીઓની કહાણી દર્શાવવામાં આવી છે જેઓ ઈસ્લામિક જેહાદની જાળમાં ફસાઈને આઈએસઆઈએસની આતંકી બને છે. કેરળમાં છોકરીઓનું કેવી રીતે ધર્માંતરણ થાય છે. કેવી રીતે હિંદુ પરિવારની શાલિની ફાતિમા બને છે.
તેની દર્દનાક કહાણી દેખાડવામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી હતી અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ ફિલ્મની એક્ટ્રેસ અદા શર્માએ ગુરુવારે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ઈજાગ્રસ્ત જાેવા મળી રહી છે.
એક તસવીરમાં અદાના ચહેરા પર ઈજાના નિશાન દેખાય છે અને તેના હોઠ પર તિરાડો પણ દેખાઈ રહી છે. અન્ય એક તસવીરમાં અભિનેત્રીએ ફિલ્મ અને શૂટ લોકેશન પરથી તેના ‘ઈજાગ્રસ્ત લૂક’ની ઝલક શેર કરી છે. ‘ધ કેરાલા સ્ટોરી’એ અત્યાર સુધીમાં રૂપિયા ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. આ તસવીરોની સાથે અદાએ કેપ્શનમાં શૂટિંગનો સમય પણ યાદ કર્યો છે.
આ પોસ્ટમાં તેણે ખુલાસો કર્યો કે તેણે ૪૦ કલાક સુધી ડિહાઇડ્રેટેડ રહીને માઇનસ ૧૬ ડિગ્રીમાં એક સીન શૂટ કર્યો. આ ફોટો જાેઈને લોકો અભિનેત્રીની મહેનતના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, “તમારી મહેનત અવિશ્વસનીય છે.” બીજાએ લખ્યું, “શાનદાર પ્રયાસ.” અન્ય એક ચાહકે ટિપ્પણી કરી, “ભારતની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રી. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બલાની અને સિદ્ધિ ઇડનાની મુખ્ય ભૂમિકામાં છે.
તમામ વિવાદો અને પ્રતિબંધોનો સામનો કરવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં અદા શર્માના અભિનયની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ બાદ અભિનેત્રી ટૂંક સમયમાં કમાન્ડો ૪માં જાેવા મળશે. જેમાં તેની સાથે વિદ્યુત જામવાલ પણ લીડ રોલમાં છે.SS1MS