લંડનમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની કોફી ડેટ
મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરી થતાંની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે, જેની શરૂઆત ૭ જૂનથી થવાની છે. ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર T૨૦ લીગમાં પ્લેઓફ સુધી પહોંચી શકી નહોતી અને તેથી જ તેનો પ્લેયર વિરાટ કોહલી સૌથી પહેલા લંડન પહોંચી ગયો હતો અને ક્રિકેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
કોહલી હંમેશાની જેમ પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકાને પણ આ ટુર પર સાથે લઈ ગયો છે. પરિવારના ત્રણેય સભ્યો સમય મળતાં જ ત્યાંની ગલીઓને એક્સપ્લોર કરવા નીકળી જાય છે. હાલમાં જ તેઓ લંડનની કોઈ ફેમસ કોફી શોપ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક ફેને તેની સાથે તસવીર ક્લિક કરાવી હતી જે વાયરલ થઈ રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, જેઓ ‘વિરુષ્કા’ તરીકે જાણીતા છે, તેઓ પોપ્યુલર સેલિબ્રિટીમાંથી એક છે.
માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં તેમના ફેન્સ છે. તેથી જ તેઓ ટુર્નામેન્ટ કે પછી કોઈ ટ્રિપ પર જાય ત્યારે પણ ચાહકો તેની સાથે ફોટો ક્લિક કરાવવા પડાપડી કરે છે. હાલમાં તેમણે લંડનના કોઈ કોફી શોપમાં કોફી ડેટ એન્જાેય કરી છે.
સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે, તેમાં એક્ટ્રેસે વ્હાઈટ કલરની ટીશર્ટ અને ડેનિમની સાથે લોન્ગ જેકેટ પહેર્યું હતકું. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ એસેસરીઝ તેમજ સનગ્લાસિસથી લૂકને પૂરો કર્યો છે. તો બીજી તરફ કોહલીએ ટીશર્ટ અને ડેનિમની સાથે સ્ટાઈલિશ જેકેટ પહેર્યું છે.
ચશ્મામાં તે કૂલ લાગી રહ્યો છે. આ સિવાય જે વીડિયો છે, તે કોફી શોપની અંદરથી લેવાયો છે. જેમાં બંને ટેબલ પર બેઠા છે અને વાતચીત કરી રહ્યા છે. આ ક્લિપમાં તેનો ન્યૂ હેર લૂક જાેઈ શકાય છે. વિરાટ કોહલી હાલ ઓસ્ટ્રેલિયા સામેની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારીમાં વ્યસ્ત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ ઓવલ સ્ટેડિયમમાં ૭થી ૧૧ જૂન વચ્ચે રમાશે, ૧૨ જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.
ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, વિરાટ કોહલીએ ૧૮૩ ઈનિંગમાં ૮૪૧૬ રન બનાવ્યા છે. તેણે હાઈએસ્ટ ૨૫૪ રન ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે માર્યા હતા. ટેસ્ટ ફોર્મેટમાં તેની ૨૮ સદી અને ૨૮ અડધી સદી છે. તેની બેટિંગ એવરેજ ૪૮.૯૩ છે. કોહલીએ આ વર્ષની શરૂઆત શ્રીલંકા સામેની વનડેમાં સદી સાથે કરી હતી.
તેણે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન આપવાનું યથાવત્ રાખ્યું હતું. ચાર મેચમાં તેણે ૪૯.૫૦ની સરેરાશ સાથે ૨૯૭ રન કર્યા હતા, જેમાં ૧૮૬ હાઈએસ્ટ રન હતા. આઈપીએલ ૨૦૨૩ની સીઝન પણ કોહલી માટે અદ્દભુત રહી.
તેણે ૧૪ મેચમાં ૫૩.૨૫ની સરેરાશ અને ૧૩૯થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે ૬૩૯ રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે બે સદી અને છ અડધી સદી મારી હતી. આ લીગમાં તે સૌથી વધારે રન બનાવનારા ખેલાડીમાં ત્રીજા સ્થાને હતો.SS1MS