માલગાડી ઉભી હતી તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યું હતું ન સિગ્નલ
ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI કરશે
બાલાસોર, ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ, આજે રવિવારે રેલવે બોર્ડે મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને ટાંકીને કહ્યું કે, ટક્કર પહેલા બંને ટ્રેનોને ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. બોર્ડે કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી, જ્યારે ગુડ્સ ટ્રેન તો લૂપ લાઇનમાં ઊભી હતી. CBi will investigate the Odisha train accident
શુક્રવારે સાંજે ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતની સીબીઆઈ તપાસ કરવામાં આવશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે સાંજે બાલાસોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. રવિવારે સવારે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા પછી રેલમંત્રીએ કહ્યું – ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે અકસ્માત થયો.
જવાબદારોની પણ ઓળખ કરવામાં આવી છે. કદાચ દેશમાં આવું પહેલી વખત બન્યું છે કે કોઈ ટ્રેન દુર્ઘટનામાં ઝ્રમ્ૈં તપાસ કરવામાં આવશે. ઝ્રમ્ૈંને તપાસ સોંપવા પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે ટ્રેન ઉથલાવવાના કાવતરાંના એંગલથી પણ તપાસ થશે.
રેલમંત્રીના આ નિવેદનના બાદ રેલવે બોર્ડના ઓપરેશન એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ કહ્યું – પ્રારંભિક તપાસમાં લાગે છે કે સિગ્નલમાં ખામી હતી.
જયા વર્મા સિન્હા, મેમ્બર, ઓપરેશન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ મળ્યું હતું તેમ છતાં માલ ગાડી લૂપ લાઇન પર ઊભી હતી. જેના કારણે કોરોમંડલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે દુર્ઘટના બાદ રેલવે દ્વારા પ્રથમ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટ્રેક મરામતનું કામ કરવામાં આવી રહ્યું છે.
જયા વર્માએ કહ્યું કે પ્રારંભિક તારણો અનુસાર, “સિગ્નલિંગમાં થોડી સમસ્યા આવી છે. અમે હજુ પણ રેલવે સુરક્ષા કમિશનરના વિગતવાર અહેવાલની રાહ જાેઈ રહ્યા છીએ. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેન લગભગ ૧૨૮ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસની પાટા પરથી ઉતરેલી બોગી યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી.
જયા વર્મા સિન્હાએ કહ્યું કે ‘કવચ’ ભારતમાં બનેલી સિસ્ટમ છે. આવનારા ભવિષ્યમાં અમે તેની નિકાસ પણ કરી શકીશું. તે રેલવેની સુરક્ષા સાથે સંબંધિત છે. એટલા માટે અમે તેનું સખત પરીક્ષણ કર્યું છે. રેલવે મંત્રીએ પોતે ટ્રેનમાં બેસીને ચેકિંગ કર્યું હતું. તમામ લાઈનો અને ટ્રેનોમાં આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવામાં સમય અને પૈસા લાગશે.