ઓનલાઈન શોપિંગમાં રિફંડ મેળવવાની લાલચે એક મહિલાએ રૂ 98,000 ગુમાવ્યા
ગાંધીનગર, શહેરની એક ૫૪ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેણે ૧ જૂનના રોજ ઈ-કોમર્સ પોર્ટલ પરથી રૂ. ૫૦૦ રિફંડ મેળવવાનો પ્રયાસ કરતી વખતે સાયબર ફ્રોડના કેસમાં રૂ. ૧ લાખ ગુમાવ્યા હતા. અદાણી શાંતિગ્રામમાં વોટર લીલીમાં રહેતી મોહા અવસ્થીએ સાંતેજ પોલીસ સ્ટેશને આ મુદ્દે FIR નોંધાવી હતી.
જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પતિ, ગ્રુપ કેપ્ટન મુકુલ અવસ્થી, વડોદરા એરફોર્સ સ્ટેશનમાં ચીફ લોજિસ્ટિક્સ ઓફિસર છે. મોહાએ કહ્યું કે તેણે ૨૧ મેના રોજ ઈ-કોમર્સ પોર્ટલ પરથી કેટલાક આર્ટિકલ મંગાવ્યા હતા અને UPI દ્વારા ચૂકવણી કરી હતી, જે તેના SBI એકાઉન્ટ સાથે લિંક હતી. A woman lost Rs 98,000 in the temptation of getting a refund in online shopping
ઓર્ડર આપ્યા પછી, તેને ઓર્ડર અંગે વોટ્સએપ પર મેસેજિસ આવવા લાગ્યા હતા. જેમાં ‘સ્નેપડીલના કસ્ટમર કેર નંબર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઓર્ડર ૨૭ મેના રોજ વિતરિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે અમુક વસ્તુઓથી અસંતુષ્ટ હોવાથી, તેને આ ઓર્ડરની કેટલીક વસ્તુઓ પરત સોંપવા જણાવ્યું હતું.
આ માટે મહિલાએ ૩૧ મેના રોજ વોટ્સએપ મેસેજમાં આપેલા કસ્ટમર કેર નંબર પર કોલ કર્યો હતો. મોહા અવસ્થીએ કહ્યું કે તેણે કસ્ટમર કેરની એક મહિલા સાથે વાત કરી અને તેને કહ્યું કે તે ઓર્ડર રદ કરવા અને ૫૦૯ રૂપિયાનું રિફંડ મેળવવા માંગે છે. મહિલાએ કહ્યું કે તેણે વિનંતી રજીસ્ટર કરી છે અને રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
૩૧ મેના રોજ, આ ઓનલાઈન પોર્ટલમાંથી રવિ કુમાર નામની વ્યક્તિનો મોહાને ફોન આવ્યો હતો. જેને એક લિંક મોકલી જેમાં મહિલાએ ફોર્મ ભરી તમામ વિગતો નાખવા માટે જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મોહાની આ રિફન્ડની અરજી રદ કરી દેવામાં આવી હતી. ત્યારપછી તેણે આ વ્યક્તિનો બીજીવાર સંપર્ક કર્યો જે દરમિયાન તેણે બીજા ફોર્મની લિંક મોહાને આપી હતી. મોહાએ આ ફોર્મ ભર્યું જાેકે આમાં મોબાઈલ UPI પિન સહિતની માહિતી પણ જાેવા મળી હતી.
ત્યારપછી આ વ્યક્તિએ ડિટેલ લઈને ફોન કટ કરી દીધો હતો. જાેકે લગભગ એક મિનિટમાં તેને જાણ થઈ કે તેના એકાઉન્ટમાંથી ૯૮,૦૦૧ રૂપિયા ડેબિટ થઈ ગયા છે. સૌથી પહેલા આ ટ્રાન્ઝેક્શન દરમિયાન જેવો પિન શેર કર્યો કે મહિલાના એકાઉન્ટમાંથી ૧ રૂપિયો કપાયો હતો. જાેતજાેતામાં ગણતરીની સેકન્ડમાં તેના એકાઉન્ટમાંથી ૯૮ હજાર કપાઈ ગયા હતા. આ જાેઈને મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબરની મદદ લીધી અને ફરિયાદ નોંધાવી દીધી છે.SS1MS