Western Times News

Gujarati News

મહંમદપુરા ફ્લાયઓવર બ્રિજના ડાઈવર્ઝન અંગે વેપારીઓની રજૂઆત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા પાલિકા વિપક્ષને સાથે રાખી સૂચિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહંમદપુરા ફ્લાય ઓવર બ્રિજની કામગીરીના પગલે આપવામાં આવેલ ડાઈવર્ઝનના રસ્તા પહેલા બનાવવાની માંગ સાથે ધંધા રોજગારને થનાર અસર અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. Traders’ presentation regarding diversion of Mahmadpura flyover bridge

ધંધા રોજગારથી ધમધમતા ભરૂચમાં વેપારી મથક એવા કતોપોર બજારના વેપારીઓના યુનાઈટેડ મરચન્ટ એસોસેશનશન દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલમાં જે નવો બ્રીજ બનવા જઈ રહ્યો છે તે બ્રિજનું કામ જયાં સુધી ચાલશે ત્યાં સુધી ટ્રાફીકની સમસ્યા જે રીતે ડાયવર્ઝન આપ્યુ છે

તે માટે ડાયવર્ઝનના રસ્તાઓ તદ્દન બિસ્માર છે તથા કતોપોર બજારમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો પોતાની ફોર વ્હીલર ગાડીઓ જે ફાટાતળાવમાં પાર્ક કરે છે આ ગ્રાહકો કઈ રીતે પોતાની ગાડીઓ લઈ આવશે.આથી કતોપોર બજારના વેપાર ધંધા પર ઘણી જ અસર થશે.

આ ઉપરાંત ગાંધીબજારનો રસ્તો જે આશરે ત્રણ કરોડ ઉપ૨ાંતના ખર્ચે આશરે ત્રણ વર્ષથી ગોકળગાય ગતિએ રસ્તો બને છે. હાલમાં આ રસ્તાનું કામ બંધ છે. ગાંધી બજારનો રસ્તો તદ્દન બિસ્માર છે ગટરો ખુલ્લી છે.ફો૨ વ્હીલર વાહનો ત્યાથી આવી કે જઈ શકે તેમ નથી.માટે પહેલા આ રસ્તાઓ તૈયાર કરાવો પછી બ્રીજનું કામ ચાલુ કરાવો. ડાયવર્ઝનના બધા રસ્તા તદ્દન બિસ્માર થઈ ગયા છે.વાહનો તો શું ચાલતા અજ૨જવ૨ થઈ શકે તેમ છે જ નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.