Western Times News

Gujarati News

ગુજરાતમાં પ્રથમ વાર “વુમન્સ કબડ્ડી લીગ” યોજાશે

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં “વુમન્સ કબડ્ડી લીગ”નું આયોજન

અમદાવાદ: પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન એ કબડ્ડીની રમતને નવા ઇનોવેશન્સ સાથે આંતરરાષ્ટ્રીય ધોરણે ઉન્નત બનાવવા માટે કર્યો કર્યા છે, આમ કબડ્ડીના નવા યુગની શરૂઆત થઇ છે.

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન હવે પાછલી સીઝનમાં આઉટરીચ અને સમગ્ર દેશમાંથી યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરવા વુમન્સ કબ્બડી દ્વારા શરૂ કરાયેલા નવા કાર્યક્રમોના આગમનને કારણે દેશના વિવિધ ભાગોમાંથી અભૂતપૂર્વ સહભાગિતા ધરાવે છે.

કબડ્ડીને હવે ભારત અને વિદેશમાં વિવિધ મહત્વાકાંક્ષી ખેલાડીઓ દ્વારા પણ એક સક્ષમ કારકિર્દી વિકલ્પ તરીકે જોવામાં આવે છે. સ્પોર્ટ્સ ગર્લ્સના સશક્તિકરણ માટે પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં 24 સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર દરમિયાન “વુમન્સ કબડ્ડી લીગ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ટોટલ 32 મેચો રમાશે અને 8 ટીમો પરફોર્મ કરશે.

આ અંગેની ઘોષણા અનિલ શર્મા, ઓર્ગેનાઈઝર & ડાયરેક્ટર, પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે હંમેશા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા રૂઝાન ખંભાતા, ફાઉન્ડર, વજ્ર ઓ’ફોર્સ એમ્પાર્વમેન્ટ ફાઉન્ડેશન પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપરાંત, ખાસ કરીને ઇન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર્સ સંજય કુમાર પટેલ અને કિરણ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા, જેઓએ કબડ્ડીનું મહત્વ અને મહિલાઓમાં સ્પોર્ટ્સને આગળ વધારવા અંગે વાત કરી હતી.

આ અંગે અનિલ શર્મા, ઓર્ગેનાઈઝર & ડાયરેક્ટર, પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન એ જણાવ્યું હતું કે, “પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન આયોજિત રમતગમત કાર્યક્રમો આત્મવિશ્વાસ, નેતૃત્વ કૌશલ્ય, ટીમ નિર્માણ અને ભાગ લેનારી છોકરીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે અસરકારક સાબિત થાય છે.

વુમન્સ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે અમે હંમેશાથી કર્યો કરીએ છીએ અને હવે અમે “વુમન્સ કબડ્ડી લીગ”નું આયોજન કરી રહ્યા છે, જે ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલ છે.”

સ્પોર્ટ્સ એ એક પોઝિટિવ ફીડબેક લૂપનો ભાગ છે જેમાં છોકરીઓને તેમની કુશળતા વિકસાવવા, શ્રેષ્ઠ બનાવવાની અને ટીમ અને સમુદાયના મૂલ્યવાન સભ્યો તરીકે ઓળખવાની તક મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.