ડેમ તૂટતાં યુક્રેનના 10 ગામડાઓના લોકોને ઘર છોડવા મજબૂર
રશિયાનો યુક્રેનના કાખોવકા ડેમ પર હુમલો, હજારો લોકોનું સ્થળાંતર
(એજન્સી)કીવ, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ વર્ષ થઇ ગયું છે, પરંતુ બંને દેશો વચ્ચે હજુ પરિસ્થિતિ સામાન્ય થઇ નથી. એવામાં હાલ યુક્રેને મોટો આરોપ લગાવ્યો છે કે, રશિયાએ અહીં બનેલા કાખોવકા ડેમ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ડેમ તૂટી ગયો છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
યુક્રેનનું કહેવું છે કે, આ તબાહીને કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું અને ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. યુક્રેનનું કહેવું છે કે, આ પૂરના કારણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટને પણ નુકસાન થશે. યુક્રેનના ગૃહમંત્રીએ આજે જણાવ્યું કે, દેશના દક્ષિણ ભાગમાં નીપર નદી પર બનેલા કાખોવકા ડેમ પર હુમલો કરવામાં આવ્યો છે.
The Ukrainians blew up the Nova Khakovka Dam in the Kherson region.
This is what terrorists do. Ukraine is a terrorist state. pic.twitter.com/52RkazUxFd
— Hassan Mafi (@thatdayin1992) June 6, 2023
યુક્રેનના મંત્રીએ કહ્યું કે, આ હુમલાને કારણે ડેમ તૂટી ગયો છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા લગભગ ૧૦ ગામડાઓના લોકોને ઘર છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, નજીકના શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના ઘર છોડીને ભાગવું પડશે.
અગાઉ યુક્રેન સરકારે કહ્યું હતું કે, જાે ડેમ તૂટશે તો ૧૮ મિલિયન ક્યુબિક મીટર પાણી છોડવામાં આવશે. જેના કારણે ખેરસન સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. તે એક મોટી આપત્તિ હશે અને હજારો લોકોએ તેમના ઘર છોડવા પડશે.