Western Times News

Gujarati News

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા

પ્રતિકાત્મક

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું

(એજન્સી)અમદાવાદ, સંભવિત વાવાઝોડું બિપરજાેયની આગાહીને પગલે બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતનાં બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. Chance of strong winds in coastal areas

જૂનાગઢના માંગરોળમાં દરિયાકિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયાકિનારે લાવવા સૂચના આપવામાં આવી છે. હાલ માંગરોળ પંથકનું વાતાવરણ વાદળછાયું છે.

અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે બંદરો પર સિગ્નલ લગાવાયાં છે, જેમાં કચ્છનાં તમામ બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ કચ્છના પોર્ટ હરકતમાં આવ્યા છે. કંડલા, મુન્દ્રા અને જખૌ સહિતનાં પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી થોડા દિવસ સુધી વરસાદ પડવાની સહેજ શક્યતા છે. જાે કે, અધિકારીઓ અરબી સમુદ્રમાં વિકસિત થઈ રહેલા સાયક્લોન સર્ક્‌યુલેશન પર નજર રાખી રહ્યા છે, જે આગામી સમયમાં તીવ્ર બનવાની શક્યતા છે.

‘સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર લો-પ્રેશર સર્જાયું હતું. આગામી ૨૪ કલાકમાં તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે’, તેમ આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સર્ક્‌યુલેશનનો માર્ગ નક્કી કરશે જે સાયક્લોનમાં ફેરવાઈ શકે છે. ‘સિસ્ટમ અથવા તો ગુજરાતના દરિયાકાંઠાની વિરુદ્ધ દિશામાં જઈ શકે છે અથવા તો તે ઉત્તર તરફ આગળ વધી શકે છે. જાે તે દરિયાકાંઠા નજીક રહેશે,

તો કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા છે. પરંતુ આમ કહેવું વહેલું રહેશે’, તેમ એક અધિકારીએ કહ્યું હતું. આ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી સેલ્સિઅસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી ઓછું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.