Western Times News

Gujarati News

સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનું અલાયદું વીજ જાેડાણ અપાશે

ગાંધીનગર, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે અનેકવિધ મહત્વના ર્નિણયો કર્યા છે. જેના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જાેડાણ આપવાનો મહત્વનો ર્નિણય કર્યો છે.

ઊર્જામંત્રીએ ઉમેર્યું કે, જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ ર્નિણયના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે.

ખેતરમાં બનાવેલ હોજ/સંપ/ટાંકા/ખેત-તલાવડીમાંથી પાણી ઉદ્‌બહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ ૦૫(પાંચ) હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જાેડાણ અપાશે.તેમણે ઉમેર્યું કે, જે ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે

તો મહત્તમ ૫ (પાંચ) હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જાેડાણ આપવા માટેનાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી “હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકશે એવો સુધારો કરવાનો ર્નિણય કર્યો છે.

સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.રાજ્ય સરકારના આ ખેડૂત-હિતલક્ષી ર્નિણયને કારણે ભૂગર્ભજળની બચત થશે સાથે સાથે માત્ર ૫ હો.પા.ના ખેતીવાડી વીજ જાેડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.