હિંમતનગરના કાંકણોલમાં BAPS સ્વામિનારાયણ મંદિરે આઠમી ડિસેમ્બરે પાટોત્સવ યોજાશે
(પ્રતિનધિ)મોડાસા, સાબરકાંઠાના કાકણોલ ખાતે અરવલ્લી-સાબરકાંઠા હદયસમાન તીર્થ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આગામી તા.૬ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ૬ ઠઠો પાટોતત્સવ યોજાશે.
પ્રગટ ગૃરુંહરિ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી પૂ. સત્સંગીજીવન સ્વામીના સાન્નિધ્યે યોજાનાર આ પાટોત્સવના પ્રથમ દિને ૬.૧૨.૧૯ ના રોજ શુક્રવારે સવારે ૭ થી ૯ દરમિયાન અભિષેકવિધિ અને અન્નકુટ દર્શન જ્યારે તા.૮ ડીસેમ્બરને રવિવારે સાંજે ૫ થી ૬.૩૦ દરમિયાન પાટોતત્સવ મહાપૂજા થશે.સાંજે ૬.૩૦ થી ૮ દરમિયાન પટોત્સવ સભા યોજાશે અને સાંજે ૮ કલાકે મહાપ્રસાદ સાથે આ પાટોત્સવ સંપન્ન થશે તેમ સાધુ મંગલપુરુષદાસ (કોઠારી) અને સંત મંડળે જણાવ્યું હતું.