એક જ પરિવારના ચાર સભ્યોએ પીધી ઝેરી દવા
સુરત, સુરતના એક રત્નકલાકારના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું.Four members of the same family drank poison
રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીને સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
જ્યાં ટૂંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની ૫૫ વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની ૫૦ વર્ષીય પત્ની શારદાબેન, તેમના ૨૦ વર્ષીય પુત્ર ક્રિશ અને ૧૫ વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. વિનુભાઇએ તેના પિતરાઇને ફોન કરીને કહ્યું હતું કે ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેજે.
ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચી પોલીસે તપાસ શરૂ કરી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.SS1MS