ઉમરેઠમાં ર સગીરાની છેડતી મામલે ઝઘડા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
છેડતી કરનાર સામે કાર્યવાહીની માંગણી સાથે ઉગ્ર રજુઆત
આણંદ, આણંદના ઉમરેઠમાં બે સગીરાની છેડતી મામલે ગાંધીચોક વિસ્તારમાં બે કોમના યુવક વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી રવીવારે રાત્રે બજારમાં બંને કોમના ટોળા સામસામે ભેગા થઈ ગયા હતા. અને અથડામણનો માહોલ સર્જાયો હતો.
જાેકે, પોલીસે બંને કોમના ટોળા વિખેરી નાંખ અથડામણમાં થતા અટકાવી હતી. આ બનાવમાં પોલીસે પાંચની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જીલ્લા પોલીસ, એલસીબી, એસઓજી, ઉમરેઠ, ખંભોળજ, ભાલેજ મથકના અધ્કિારીઓ તેમજ સ્ટાફના માણસો ઉમરેઠ દોડી ગયા હતા. અને ઉમરેઠ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલીગ ફિકસ પોલીસ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બનાવ બાબતે ઉમરેઠ પોલીસે હીરભાઈ પટેલની ફરીયાદના આધારે નિશારહુસેન મહેમુદમીયા ચૌહાણ, માહીરદીન મૈયુદીન ચૌહાણ સોહીલમીયા સાબીરમીયા ચાહાણ અલ્હાજુસેન મુસ્તાકહુસેન મલેક અને કલેનીયા રફીકમીયા મલેક તમામ રહે. ઉમરેઠ વિવરૂધ્ધ રાયોટીગ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ઝડપી પાડયા હતા.
સામા પક્ષે માહીરૂદીન મૈદીન ચૌહાણની ફરીયાદના આધારે ધ્રુવ જીતુભાઈ પટેલ આયુષ સંજયભાઈ રાવલ પાર્થ રાજુભાઈ રાવળ પરેશ ઉર્ફે મોન્ટુ શાંતીલાલ રાવળ અને વાસુ જયંતીભાઈ દરબાર તમામ રહે. ઉમરેઠ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે ઉમરેઠ ના ઓડ બજાર વિસ્તારમાં બે દિવસ પહેલા બે સગીરા રાત્રે બરફનો ગોળો ખાવા ગઈ હતી. આ સમયે માર્કેટયાર્ડ વિસ્તારમાં એક કોમના બે યુવકોએ સગીરાના હાથ પકડી છેડતી કરી ધમકી આપી હતી. દરમ્યાન લોકો ભેગા થઈ જતાં યુવકો ભાગી ગયા હતા. બંને સગીરાએ ઘરે આવી જાણ કરી હતી.
સગીરીાના પરીવારના અને સંબંધીઓ ફરીયાદ આપવા માટે પોલસ સ્ટેશન ગયા હતા. પરંતુ ઉમરેઠ પોલીસે ફરીયાદના બદલે સાદા કાગળ પર અરજી લીધી હતી. ત્યારબાદ રવીવાર સાંજે ઉમરેઠ વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં આવેલ પરબડી પાસે રહેતા હીર પીન્ટુભાઈ પટેલ તથા તેના મીત્રો રેલવે સ્ટેશન રોડ પર મહાદેવ મંદીર પાસે સગીરાની છેડતી અંગે ની વાતચીત કરતા પસાર થઈ રહયા હતા.
અચાનક તેના સાથીદારો ને બોલાવી ને હીર તથા તેના મીત્રો પર તલવાર અને દંડા સહીતના હથીયારો સાથે હુેમલો કર્યો હતો. રાત્રે રેલવે સ્ટેશન રોડ પર ખુલ્લી તલવારો અને હથીયારો સાથે દોડાદોડ કરીફ આવતા જતાં અનેક લોકો પર હુમલો કરી આતંક મચાવતાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. બાદમાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પરીસ્થિતી પર કાબુ મેળવી લીધો હતો.