નર્મદા નદીમાં પુર આવતાની સાથે સાયરન વાગશે
ઈ-રેવા સીસ્ટમનો આરંભઃ
ભરૂચ, નર્મદા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતીનું નિર્માણ થાય છે. ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઈ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવવી છે.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચમાં પુરની સ્થિતીનું નિર્માણ થાય છે. ત્યારે નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી માટે ઈ-રેવા સીસ્ટમ શરૂ કરવામાં આવવી છે. ભરૂચમાં ગોલ્ડનબ્રીજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી ર૪ ફુટ છે.
ડેમમાંથીી પાણી છોડવામાં આવવે છે. ત્યારે નદી ભયજનક સપાટી વટાવી જતી હોય છે. ગત વર્ષે પણ ડેમ ૧૩૮.૬૮ મીટરની પુર્ણ સપાટીથી ભરાયા બાદ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતવાં ભરૂચમાં પુર આવ્યું હતું. પુરના પાણી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં હોય છે.
નર્મદા નદીમાં આવતાં પુરની આગોતરી જાણકારી મળી રહે તે માટે ઈ-રેવા સીસ્ટમનું લોકાર્પણ કરાયું છે. ફલડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લીકેશન અર્લી વોનીગ સીસ્ટમ એપ્લીકેશન અંતર્ગત સમગ્ર જીલ્લાના પુર ભારે વરસાદમાં જેવવી આપત્તીઓથી અસરગ્રસ્ત વિસ્તારોને એક જ પ્લેટફોર્મ પર આવરી લેવામાં આવશે.
પુરથી આવનારી આપત્તિ સામે પહેલેથી જ રાહત અને બચાવની કામગીરી કરી શકાશે. આ સીસ્ટમ અંતર્ગત ગોલ્ડનબ્રીજ સહીતના પાંચ સ્થળોએ પુરના સમયયે સાયરન વાગશે જેના કારણે લોકો સતર્ક બની શકશે.