Western Times News

Gujarati News

જંબુસર નગરપાલિકા દ્વારા ૨૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવા અને કાપડ કે કાગળ થેલીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે.સરકાર દ્વારા પણ વખત જાહેરાતો કરી કાપડ કે કાગળ થેલીનો ઉપયોગ કરવા તથા પ્લાસ્ટિક થેલી થી થતા નુકસાન અંગે જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી છે.

તેમ છતાંય પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાયો નથી જેને લઈ તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથધરી પ્લાસ્ટિક થેલી વેચાણ કરનાર વેપારીઓ પર તવાઈ આવે છે.

જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તાપ સાથે નગરમાં પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓની દુકાને સરપ્રાઈઝ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું.જેમાં ૧૨૦ થી ઓછી માઈક્રોનના ઝભલા વેચાણ કરતા સાત વેપારીની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં પાલિકા દ્વારા ૨૦ કિલો જેટલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

અને વેપારીઓને ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.પાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓમાં ફાફડાટ વ્યાપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.