દહેગામ ગામેથી જુગાર રમતા ત્રણ શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ તથા ડીવાયએસપી પી એલ ચૌધરી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહિત જુગારની આશા સામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલ.
જે આધારે કાવી પોલીસ થાણા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન મહંમદી મસ્જિદ પાસે પહોંચતા કાવી પોલીસને બાતમી મળેલ કે દેહગામ રાઠોડવાસ ફળિયામાં સ્કૂલની પાછળ ખુલ્લી જગ્યામાં ઈરફાન ચોક્સી કેટલાક ઈસમોને હાર જીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે પંચો સાથે રેડ કરતા (૧) ઈરફાન મુસા અહેમદ ચોક્સી (૨) અમ્માર દાઉદ ગુલામ મલેક (૩) સદ્દામ ખાલીદ સલેમન તમામ રહેવાસી દેહગામ નાઓને રોકડ ૧૨૦૭૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડેલ જ્યારે અસલમ ઈકબાલ મલેક રહે. દેહગામનાઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે જુગાર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.