Western Times News

Gujarati News

ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 65 ટકા મતદાન

રાંચી, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. આ રાજ્યમાં કુલ પાંચ તબક્કામાં મતદાન યોજાશે, જેથી 30મીએ પહેલા તબક્કાનું મતદાન યોજાયુ હતું. પ્રાપ્ત આંકડા અનુસાર કુલ આશરે 65  ટકા મતદાન યોજાયું હતું. બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન કરવાનો સમય હતો.

તેથી જે પણ લોકો ત્રણ વાગ્યા સુધીમાં બુથના માન્ય વિસ્તારમાં પ્રવેશ કરી લીધો હશે તેમને અંતીમ સમય સુધી મતદાન કરવા દેવાશે તેમ ચૂંટણી અિધકારીએ જણાવ્યું હતું. આ ત્રીજા તબક્કામાં વિધાનસભાની કુલ 13 બેઠકો પર મતદાન યોજાયું હતું. કુલ 37,83,055 મતદારો મતદાનને લાયક હતા, જેમાં 18,01,356 મહિલાઓનો સમાવેશ થાય છે. આશરે છ જિલ્લામાં પહેલા તબક્કાનું મતદાન યોજાયુ હતું જેમાં સવારે સાત કલાકે શરૂ થયેલુ મતદાન બપોરે ત્રણ વાગ્યે પૂર્ણ કરી દેવાયું હતું પણ જે લોકો બાકી રહી ગયા હતા તેમને મતદાન કરવા દેવાઇ રહ્યું હતું. બીજી તરફ નક્સલીઓ દ્વારા મતદાનના સમયે જ અહીંના ગુમલા જિલ્લામાં એક વિસ્ફોટ દ્વારા પુલને ઉડાવી દેવામાં આવ્યો હતો.

એડિશનલ ડીજીપી મુરારીલાલ મીણાએ જણાવ્યું હતું કે નક્સલીઓના આ વિસ્ફોટમાં કોઇ જાનહાની નથી થઇ. અહીંના દલતોનગંજ વિધાનસભામાં આવેલા કોસીયારા મત વિસ્તારમાં બે ગુ્રપ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને બન્ને વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી.

આ અંગે જાણકારી આપતા રિટર્નિંગ ઓફિસર શાંતનુ અગ્રહારીએ જણાવ્યું હતું કે જ્યારે મતદાન યોજાઇ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કે.એન. ત્રિપાઠીએ પોલિંગ બૂથમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, તે સમયે તેની પાસે હિથયાર પણ હતું.  આ ઉમેદવાર પાસેથી પિસ્તોજ જપ્ત કરી લીધી હતી. પ્રથમ તબક્કામાં કુલ 189 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.  મુખ્ય પ્રધાન રઘુબર દાસની આગેવાનીમાં ભાજપ બીજી વખત જીતની આશા સાથે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે.  પ્રથમ તબક્કામાં ભાજપના 12 જ્યારે કોંગ્રેસ છ બેઠકો પર નસીબ અજમાવી રહ્યું છે. જેએમએમ ચાર, આરજેડી ત્રણ બેઠકો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહી છે. કુલ પાચ તબક્કામાં મતદાન થવાનું છે જેમાંથી હવે માત્ર ચાર તબક્કામાં જ મતદાન બાકી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.