સંતરામ મંદિરમાં દર્શનાર્થીઓની નજર ચુકવી મોબાઇલ કાઢી લેનાર ઇસમ ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારુ કરેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ નાઓની સુચના
મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કો શૈલેષકુમાર, યુવરાજસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે નડિયાદ સંતરામ મંદીરમાં દર્શન કરવા સારુ આવતા દર્શનાર્થી ની ભીડ ના સમયે નજર ચુકવી મોબાઇલ કાઢી લેનાર ઇસમ નડીયાદ સંતરામ મંદીરના પાર્કીંગ માં બેસેલ છે.
અને સદર ઇસમ પાસે ચોરીના મોબાઇલ છે. જે બાતમી આધારે સદર ઇસમને સંતરામ મંદીરના પાર્કીંગ માંથી અલગ અલગ કંપનીના કુલ- ૯ મોબાઇલ ફોન સાથે પકડી લેવામાં આવેલ. જે મોબાઇલ બાબતે યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા સંતરામ મંદીરમાં આવતા દર્શનાર્થીઓની ભીડમાં દર્શનાર્થીઓની નજર ચુકવી મોબાઇલ કાઢી લીધેલ હોવાની કબુલાત કરતો હોય.
જેથી સદર ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન કુલ નંગ-૯ સાથે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર ઇસમને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી (૧) દીનેશભાઇ જેણાભાઇ વાઘરી રહે. દશામા વાળુ ફળીયું, ઇન્દીરા નગરી, નહેર પાસે, તા.નડીયાદ જી.ખેડા