૪૮મો જન્મદિવસ ઉજવવા શિલ્પા શેટ્ટી પરિવાર સાથે ઉપડી લંડન
મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો આજે ૪૮મો જન્મદિવસ છે. શિલ્પા તેનો જન્મદિવસ અહીં નહીં, પરંતુ લંડનમાં ઉજવશે. તે કામમાંથી બ્રેક લઈને પતિ રાજ કુન્દ્રા અને બાળકો વિઆન અને શમિષા સાથે લંડન પહોંચી ગઈ છે.
જાેકે, છેલ્લા એક વર્ષથી શિલ્પા એક પછી એક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી. તેના કારણે તે રજા નહતી લઈ શકતી, પરંતુ હવે તે તેનો જન્મદિવસ ઉજવવા માટે ખાસ લંડન પહોંચી ગઈ છે. એક ન્યૂઝ પોર્ટલને જન્મદિવસ અંગે જણાવતા શિલ્પાએ જણાવ્યું હતું કે, તેણે ગયા વર્ષે ખૂબ કામ કર્યું છે. એટલે તેને એક બ્રેકની જરૂર હતી.
શિલ્પા ઘણા સમયથી લંડન જવાનું વિચારતી હતી. ત્યારે હવે જન્મદિવસને ધ્યાનમાં રાખી તે પરિવાર સાથે લંડનમાં વેકેશન માણવા જતી રહી છે. જાેકે, તેના જન્મદિવસને લઈ અનેક અફવા ફેલાઈ હતી. તેના પર શિલ્પાએ જણાવ્યું હતું કે, તેને ઘરમાં રહેવું વધારે ગમે છે.
શિલ્પાને જન્મદિવસે પાર્ટી કરવી નથી ગમતી. આ દિવસે તે ખાસ બાળકો સાથે સમય પસાર કરે છે. તેમને વાર્તા સંભળાવે છે. સાથે જ તેમની સાથે ડિનર પણ કરે છે. તેણે જણાવ્યું હતું કે, મારા જન્મદિવસે પાર્ટીનો કોઈ પણ પ્લાન નથી. જાેકે, ના પરિવારે કંઈક આયોજન કર્યું હોઈ શકે છે તેનાથી વિશેષ કંઈ નહીં. એટલે કે ખૂબ જ સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી બોલીવુડની ટોચની અભિનેત્રીમાંથી એક છે. તેનો જન્મ ૮ જૂન ૧૯૭૫ના દિવસે કર્ણાટકમાં થયો હતો. શિલ્પા ભરતનાટ્યમની પણ ખાસ તાલીમ લીધી છે. જાેકે, ૧૦મા ધોરણ પછી તેણે એક ટેલિવિઝન કોમર્શિયલ એડમાં કામ કર્યું હતું. ત્યાબાદથી જ તેને ફિલ્મોની ઑફર આવી રહી હતી. તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ બાઝીગરથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ થતાં તેને અનેક ફિલ્મ્સની ઑફર આવવા લાગી હતી.
ત્યારબાદ શિલ્પાએ હથકડી, ધડકન, મેં ખિલાડી તું અનાડી જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મોની સાથે સાથે શિલ્પા અત્યારે રિયાલિટી શૉઝમાં પણ જાેવા મળે છે. બીજી તરફ ૪૮ વર્ષની વયે પણ આજે તેની ફિટનેસ એવી છે કે, જેને જાેઈને યુવાનો પણ શરમાઈ જાય.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં જાેવા મળશે. તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ લીડ રોલમાં હશે. ઉપરાંત શિલ્પાની ‘સુખી’ પણ પાઈપલાઈનમાં છે.SS1MS