Western Times News

Gujarati News

જુર્મના સેટ પર શરૂ થઈ હતી કુમાર સાનુ અને મીનાક્ષી શેષાદ્રીની લવ સ્ટોરી

મુંબઈ, વર્ષ ૧૯૯૦ના દાયકાની ટોચની હિરોઈન મીનાક્ષી શેષાદ્રી હતી અને ટોચના ગાયક કુમાર સાનુ હતા. કુમાર સાનુ એટલે કે કેદારનાથ ભટ્ટાચાર્ય ખૂબ પ્રખ્યાત સિંગર હતા. કુમાર સાનુએ એક પછી એક ઘણાં હિટ ગીતો આપીને મુખ્ય ગાયકોમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે થઈ હતી.

સિંગર કુમાર સાનુ અને એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી વચ્ચે અફેરની વાતો શરૂ થઈ ત્યારે ભારે હોબાળો થયો હતો. કારણ કે કુમાર સાનુ તો પરિણીત હતા. કુમાર સાનુનું અંગત જીવન હંમેશાં ચર્ચામાં રહ્યું છે. તેમણે બે લગ્ન કર્યા અને ઘણી અભિનેત્રીઓ સાથે તેમનું નામ જાેડાયું હતું. કુમાર સાનુએ પ્રથમ લગ્ન ૧૯૮૦માં રીટા ભટ્ટાચાર્ય સાથે કર્યા હતા.

થોડા સમય પછી કુમાર સાનુ અને તેમની પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો અને પછી ૧૯૯૪માં બંનેના છૂટાછેડા થઈ ગયા. રિપોર્ટ્‌સ અનુસાર, રીટા ભટ્ટાચાર્યને શંકા હતી કે પતિ કુમાર સાનુનું અન્ય મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, મીનાક્ષી શેષાદ્રી સાથેના કથિત અફેરને કારણે કુમાર સાનુના તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા થયા હતા.

સિંગર કુમાર સાનુએ બે વર્ષ પહેલા કહ્યું હતું કે મીનાક્ષી સાથે તેમનું કોઈ અફેર નહોતું. મીનાક્ષી શેષાદ્રી સાથે કુમાર સાનુની પહેલી મુલાકાત મહેશ ભટ્ટની ફિલ્મ ‘જુર્મ’ના સેટ પર થઈ હતી. જાે કે કુમાર સાનુ અત્યારે અફેરની વાતને નકારે છે, ત્યારે ચર્ચા હતી કે કુમાર સાનુ અને મીનાક્ષી શેષાદ્રી ૩ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા હતા.

‘જુર્મ’માં કુમાર સાનુએ ગીત ‘જબ કોઈ બાત બિગડ જાયે’ ગાયું હતું, જે મીનાક્ષી પર ચિત્રિત કરવામાં આવ્યું હતું. આ ગીત પછી કુમાર સાનુ અને મીનાક્ષી વચ્ચે નિકટતાના સમાચાર આવવા લાગ્યા. બાદમાં કુમાર સાનુના સેક્રેટરીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરીને હલચલ મચાવી દીધી હતી કે ગાયકની ઘણી ગર્લફ્રેન્ડ છે અને તે મીનાક્ષી શેષાદ્રીને ડેટ કરી રહ્યો છે.

મીનાક્ષી શેષાદ્રીએ ૧૯૯૬માં ફિલ્મ ‘ઘાતક’ પછી ફિલ્મોને અલવિદા કહી દીધું. તેણે વર્ષ ૧૯૯૫માં હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા અને વિદેશમાં સ્થાયી થઈ. અને થોડા વર્ષો પછી ૨૦૦૧માં કુમાર સાનુએ સલોની નામની મહિલા સાથે લગ્ન કર્યા. મીનાક્ષી શેષાદ્રી આજે તેના પતિ અને બાળકો સાથે ખુશ છે અને કુમાર સાનુ પણ તેમના જીવનમાં આગળ વધી ગયા છે.

મીનાક્ષીએ દામિની ફિલ્મથી બધાને પોતાની એક્ટિંગના દીવાના બનાવી દીધા હતા. મીનાક્ષીએ એક્ટિંગ કરિયર દરમિયાન મેરી જંગ, ઘાયલ, ઘાતક, શહેનશાહ, ઘર હો તો એસા, તૂફાન જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. બોલિવૂડ પર રાજ કર્યા પછી ૧૯૯૫માં મીનાક્ષીએ ઈન્વેસ્ટમેન્ટ બેંકર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન પછી મીનાક્ષી અમેરિકાના ટેક્સાસમાં વસી ગઈ. તેણે ન્યૂયોર્કમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. મીનાક્ષીને એક્ટિંગ ઉપરાંત ડાંસનો ખૂબ શોખ છે. તે ફિલ્મથી ભલે દૂર હોય પરંતુ ડાંસ સાથે તેણે પોતાની જાતને જાેડી રાખી છે. ટેક્સાસમાં મીનાક્ષી પોતાની ડાન્સ સ્કૂલ ચલાવે છે. ૨૦૦૮માં મીનાક્ષીએ આ સ્કૂલ ખોલી હતી અને થોડા જ સમયમાં આ લોકપ્રિય ડાન્સ સ્કૂલ બની ગઈ. તે હાલ અમેરિકામાં ભરતનાટ્યમ અને કથક શીખવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.