એક જ સોસાયટીમાં રહેતા બે યુવાનોના હાર્ટ અટેકથી મોત
સુરત, યુવાનોમાં હાર્ટ અટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. હજી આ જ અઠવાડિયે જામનગરના હૃદયરોગના ડોક્ટરનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. તેઓ રાતે ઊંઘ્યા બાદ સવારે ઉઠ્યા જ નહોતા. હવે શહેરના ખટોદરા વિસ્તારમાં આવો વધુ એક કિસ્સો બન્યો હતો, જ્યાં ખોડીયાર સોસાયટીમાં રહેતા બે યુવાનાનોના હાર્ટ અટેક મોત થતાં હતા. ૧૮ વર્ષના કમલેશ અને ૪૫ વર્ષના નફીસ ખાનના મોતથી સોસાયટીમાં માતમમાં માહોલ છે.
રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા નફીસને બુધવારે ગળા અને છાતીના ભાગમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમના એક સંબંધીને ફોન કરીને જણાવતા તેમણે દવા લેવાની સલાહ આપી હતી.
દવા લીધા બાદ પણ તેમને કોઈ જ ફરક પડ્યો નહોતો. તેઓ પીડા સાથે રાતે ઊંઘી ગયા હતા અને સવારે જ્યારે મકાનમાલિકે જગાડ્યા તો ઉઠ્યા નહોતા. તે બાદ તેમને તરત જ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. સોસાયટીના સભ્યો નફીસના મોતનો શોક મનાવી રહ્યા હતા ત્યાં તેમને વધુ એક આંચકો માળ્યો હતો.
૧૮ વર્ષના કમલેશને તો દુખાવાની કોઈ જ ફરિયાદ નહોતી અને અચાનક તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ અટેકથી તેનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જુવાનજાેધ દીકરાના આમ એકાએક જવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને હૈયાભાટ રૂદન કર્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ અટેકથી મોત થવાના કિસ્સા જબરદસ્ત રીતે વધ્યા છે. ક્રિકેટ રમતી વખતે, જિમમાં એક્સર્સાઈઝ કરતી વખતે, ગરબા રમતી વખતે કે કોઈ પાર્ટીમાં ડાન્સ કરવા દરમિયાન ઢળી પડ્યા બાદ મૃત્યુ થયા હોય તેવા અસંખ્ય કેસ છે. નાની ઉંમરમાં વ્યક્તિઓને આવતા હાર્ટ અટેક માટે ડોક્ટરો સ્ટ્રેસ અને લાઈફસ્ટાઈલને જવાબદાર માને છે.
આ સિવાય પ્રદૂષણ અને આજની યુવા પેઢી જે રીતે બહારનું વધારે ખાવા લાગી છે તે તેમના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. તે પણ હાર્ટ અટેક માટે જવાબદાર છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, જિમમાં વધારે વર્કઆઉટ કરવું પણ જીવ માટે જાેખમી છે. કારણ કે તેનાથી હૃદયની ગતિ ઝડપી બને છે, જે બ્લોકેજનું કારણ બની શકે છે. જે યુવા વર્ગ નોકરી કરે છે તેઓ કામના કારણે વધારે તણાવમાં રહે છે અને રાતે સરખી રીતે ઊંઘી પણ શકતા નથઈ. જેની સીધી અસર હૃદય પર પડે છે.
હાર્ટ અટેકથી બચવા માટે સૌથી પહેલા તો શરીરને સ્થૂળ થવા દેવું નહીં. વધારે વજન પણ હૃદયને લગતી બીમારીઓને નોતરે છે. વધારે વજન નસોને બ્લોક કરી છે. તેથી વજનને કંટ્રોલમાં રાખવા માટે ઘરે યોગાસન કરવા જાેઈએ અથવા તો નિયમિત ચાલવા જવું જાેઈએ. કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે.
કોલેસ્ટ્રોલ જ્યારે વધે ત્યારે હૃદય સંબંધિત બીમારીની શક્યતા પણ વધે છે. બહારનું ખાવાથી બચવું જાેઈએ. ખાસ કરીને વધારે પડતા મસાલાવાળું અને તેલવાળું ખાવું નહીં. ધૂમ્રપાનથી તો ખાસ દૂર રહેવું. કારણ કે તેનો ધુમાડો જાે ફેફસા કે હૃદયમાં જમા થાય તો તેના કારણે હાર્ટ અટેકની શક્યતા વધે છે. ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવા કરતાં હેલ્ધી ડાયટ લેવું જાેઈએ. તેવી વસ્તુઓ ખાવી જાેઈએ જે મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન ઈ અને પોટેશિયમથી ભરપૂર હોય.SS1MS