પત્નીએ ફેમિલી કોર્ટમાં રુપિયા ૧.૩૮ લાખના ભરણપોષણ માટે અરજી કરી
અમદાવાદ, કેટલાંક દાંપત્યજીવનમાં લગ્ન દરમિયાન કંકાસ થતા પતિ અને પત્ની અલગ થવાનો ર્નિણય લેતા હોય છે. આવા કિસ્સામાં કેટલીક પત્નીઓ દ્વારા ભરણપોષણ પણ માગવામાં આવે છે. જે બાદ આવા કિસ્સા કોર્ટમાં પહોંચે છે. ત્યારે આવો જ એક કિસ્સો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો.
પત્નીએ કોર્ટમાં ઈલેક્ટ્રિસિટી બીલ, ચેનલ, મોબાઈલ, વાઈફાઈ, મેડિકલ ઈન્સ્યોરન્સ, નોકર ચાકર, ફૂડ, ગ્રોસરી, મેડિકલ, મનોરંજન, વેકેશન, પર્સનલ ખર્ચા, ફોન અને કમ્પ્યુટર સહિતના ખર્ચ માટે રુપિયા ૧.૩૮ લાખનું ભરણપોષણ માગ્યું હતું. જાે કે, ફેમિલી કોર્ટે પત્નીની આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એવું પણ નોંધ્યું કે, પત્ની સીએ હોવાનું દસ્તાવેજ પરથી ફલિત થાય છે અને આવક પણ વધારે છે. જેથી હાલના તબક્કે ભરણપોષણની જરુર ન હોવાનું જણાય છે.
એટલું જ નહીં અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેના પિતા મહિને રુપિયા ૧.૩૮ લાખનો ખર્ચ ભોગવે છે. આ સમયે પતિના વકીલે કોર્ટમાં પુરુવા રજૂ કરીને જણાવ્યું હતું કે, તેમના ક્લાયન્ટના પત્નીના પિતાના ત્રણ વર્ષના રિટર્ન જાેતા મહિને ૩૫-૩૭ હજાર રુપિયા કમાય છે. તો આટલો બધો ખર્ચ ઉપાડવા માટે રુપિયા ક્યાંથી લાવે છે. આખરે કોર્ટે પત્નીની આ અરજી ફગાવી હતી. અમદાવાદમાં રહેતી એક પત્નીએ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
પત્ની કરેલી અરજીમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, તેનો પતિ સુરત ખાતે ધંધો કરીને મહિને ૮ લાખ રુપિયા કમાય છે. સુરતમાં કરોડોની કિંમતનું મકાન પણ છે. આ સિવાય વિવિધ જગ્યાએ અલગ અલગ મિલકતો આવેલી છે અને તે ભાડે આપેલી છે. જેના ભાડા પેટે તે મોટી રકમ મેળવે છે. તે પોતાના પિતા સાથે રહે છે અને આવકનું કોઈ સાધન નથી. જેથી કોર્ટે દર મહિને રુપિયા ૧.૩૮ લાખ વચગાળાના ભરણપોષણ માટે આદેશ કરવો જાેઈએ.
બીજી તરફ, પતિના વકીલ નરેન્દર જી. દળવીએ એવી રજૂઆત કરી હતી કે, તેમના ક્લાયન્ટની પત્ની ૨૦૧૬-૧૭થી સીએની ડિગ્રી ધરાવે છે. તેમની પાસે બેંક એકાઉન્ટ પોસ્ટની એફડી, જુદા જુદા રોકાણો, મિલકતની એફિડેવિટ સાથે કોર્ટમાં રજૂ કરી છે. સાથે તેઓએ પોતાના એકલાનો માસિક ખર્ચ રુપિયા ૧.૩૮ લાખ બતાવ્યો છે.
જેમાં તેઓએ ઈલેક્ટ્રિસિટી બીલ, ચેનલ, મોબાઈલ, વાઈફાઈ, મેડિકલ ઈન્સ્યોરન્સ, નોકર ચાકર, ફૂડ, ગ્રોસરી, મેડિકલ, મનોરંજન, વેકેશન, પર્સનલ ખર્ચા, ફોન અને કમ્પ્યુટર વગેરે મળી કુલ રુપિયા ૧.૩૮ લાખનો એકલીનો ખર્ચ સોગંદ ઉપર જાહેર કર્યું છે. એટલું જ નહીં આ ખર્ચ હાલ તેમના પિતા પુરો પાડે છે, એવું અરજીમાં કહેવાયું છે. જાે કે, તેમના પિતાના ત્રણ વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન રજૂ કરવામાં આવ્યા છે.
જેમાં તેમના પિતાની વાર્ષિક આવક ત્રણથી ચાર લાખ રુપિયા એટલે કે માસિક ૩૫-૩૭ હજાર રુપિયા બતાવ્યો છે. આ જાેતા તેમના પિતા ખુદ આટલી ઓછી રકમ કમાતા હોય તો દીકરીનો રુપિયા ૧.૩૮ લાખનો માસિક ખર્ચ કેવી રીતે પૂરો કરી શકતા હશે. આખરે આ બધી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પત્નીની અરજી ફગાવી હતી.SS1MS