સુરતમાં ૧૩૧ મોબાઇલ સાથે ચોરોની ગેંગ ઝડપાઇ
સુરત: સુરતમાં દિનપ્રતિદીન વધી રહેલા મોબાઇલ સ્નેચીંગના બનાવોની વચ્ચે પોલીસને તસ્કરોની એક મોટી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ૧૩૧ મોબાઇલ સાથે છ શખ્શોની (6 nabbed with 131 stolen mobile phones) ધરપકડ કરી છે. ૧૧ લાખની કિંમતના આ ફોન સાથે ઝડપાયલા શખ્શો સ્નેચીંગ કરી અને મોબાઇલ ચોરતા હતા અને ત્યારબાદ ગેંગનો સૂત્રધાર તેને વેચતો હતો. ક્રાઇમ બ્રાન્ચે સુરતના જુનેદ ખારેક (Juned Kharek from Surat nabbed by crime branch) નામના શખ્સ સહિત ૫ ચોરની ધરકપડ કરી છે. આ કેસમાં સૌથી મોટી ચકચારી જગવાતી બાબત એ છે કે મુખ્ય આરોપી જુનેદના ઘરેથી પોલીસને પૈસા ગણવાનું મશીન મળી આવ્યું છે.
પોલીસ જુનેદના ઘરેથી મળેલા કરન્સી ગણવાના મશીનને જોઈ ચોંકી ગઈ હતી. જુનેદ ફિલ્મની કહાણીના ચોર જેવો ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતો હોવાની બાબત તપાસમાં ઉભરી આવી છે. જુનેદ શહેરમાં ૧૨ લોકો પાસે ચોરી કરવાતો હતો અને તેને વેચી મારતો હતો. પોલીસ જુનેદના ઘરેથી મળેલા કરન્સી ગણવાના મશીનને જોઈ ચોંકી ગઈ હતી.
પોલીસ આરોપીઓ સાથે ૧૧ લાખની કિંમતના ૧૩૧ મોબાઇલ, રોકડ તેમજ નોટ ગણવાનું મશીન ઝબ્બે કર્યુ છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી જુનેદ ખારેકે કબુલ્યું હતું કે તે સુરતમાંથી મોબાલઇ ચોરી અને બોટાદના મમુ નામના એક શખ્સને વેચી મારતો હતો. આ ચકચારી ચોરીની ઘટનાથી સુરત પોલીસને એક મોટી ગુનાહત પ્રવૃતિને રોકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે એક પત્રકાર પરિષદ યોજી (Surat crime branch press conference) અને સમગ્ર કેસની માહિતી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અભિજિતસિંહ પરમારે પત્રકારને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ચોરીની ઘટના બનતી હતી. કેટલાક શખ્સો બાઇક પર આવી અને રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં આવી ચોરી કરતા હતા. દરમિયાન લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ અને ઉઘના પોલીસ સ્ટેશન સાથે મળી અને એક આયોજન કરવામાં આવ્યુ હતું. થોડા સમય પહેલાં રીક્ષા સાથે મોબાઇલ ચોરો પકડાયા હતા જે પેસેન્જરના સ્વાંગમાં મોબાઇલ ચોરી કરતા હતા.