Western Times News

Gujarati News

એઇસી બ્રિજ નીચે ૩૧ વાહનને લોક કરી રૂા.૧૩,૫૦૦નો દંડ વસૂલાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, મ્યુનિસિપલ તંત્રના સત્તાવાળાઓ દ્વારા રોડ પર આડેધડ રીતે પાર્ક કરાતાં વાહનો સામે લાલ આંખ કરાઈ રહી છે. આવા વાહનને લોક કરીને તંત્રતેના ચાલકો પાસેથી આકરો દંડ વસૂલી રહ્યું છે. હવે જ્યારે શહેરના બ્રિજની નીચે આડેધડ રીતે વાહન પાર્ક કરાઈ રહ્યા છે. 31 vehicles locked under AEC bridge and fined Rs.13,500

તેવા સમયે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે નારણપુરાના એઈસી બ્રિજ નીચે પાર્ક કરાયેલાં ૩૧ વાહનને લોક કરી રૂ.૧૩,૫૦૦નો દંડ વસૂલતાં આવા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગે રાણીપના એસવી સ્કવેર આગળ હોમટાઉન-૩, સરદાર પટેલ ચોક આગળના ટીપી રોડ પરથી ત્રણ લારી, લોખંડની એક કાઉન્ટર, ૨૧ માલસામાન જપ્ત કર્યા હતા તેમજ ટીપી રોડ પર દબાણ કરવા એક હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.

જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગંદકી કરવાના મામલે ગોતા વોર્ડના ત્રણ એકમને તાળાં માર્યા હતા, જેમાં ગોતા ચોકડી પાસેના આર.કે.આમલેટ, રાધે ઓટો અને કાસા રિકાનો સમાવેશ થાય છે.

તંત્રે પ્રતિબંધિત પ્લાસ્ટીક, ગંદકી, ડસ્ટબિન ન રાખવા સહિતના મામલે કુલ ૬૭ એકમને તપાસીને ૩૫ એકમને નોટિસ ફટકારી હતી. તેમજ પાંચ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ.૫૦,૫૦૦નો દંડ વસૂલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.