સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત થતાં મહિલાને પતરાં કાપીને બહાર કાઢવી પડી
સુરત, શહેરના થોડા પોશ વિસ્તારમાં ગણાતા ડુમસ રોડ પર વાય જંકશન પાસે ઢળતી સાંજે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બે કાર ધડાકાભેર અથડાઈ હતી. અને બી.આર.ટી.એસ.ની રેલીગમાં ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચરઘાણ વળી ગયો હતો. After an accident between two cars in Surat, the woman had to cut the leaves and pull them out
અને કારમાં કણસતી એક મહીલા ફસાઈ હતી તેને પતરા કાપીને રેસ્કયુ કરવી પડી હતી એક કલાક જહેમત ઉઠાવવી પડી હતી.
ડુમસ રોડ પર વાય જંકશન પાસે મારૂતી સ્વિફટ અને બ્રીઝા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા ભારે ધમાચકડી મચી ગઈ હતી. અકસ્માત એટલો તીવ્ર હતો કે, અકસ્માત બાદ સ્વીફટ કાર બીઆરટીએસની રેલીગ તોડીને બીઆરટીએસમાં રૂટમાં ઘુસી ગઈ હતી. કારનો કચચરઘાણ વળીી ગયો હતો.
મોટીી સંખ્યામાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પર પહોચી તપાસ કરતાં જાેવા મળ્યું હતું કે, આ વિચીત્ર અકસ્માતમાં સ્વીફટ કારની અંદર એક મહીલા ગંભીર રીતે ફસાઈ ગઈ હતી.
જેથી તેને રેસ્કયુ કરવા માટે પોલીસે ફાયર વિભાગને જાણ કરી બોલાવવી હતી. હાઈડ્રોલીક કટર મશીનનો ઉપયોગ કરી કારના દરવાજા અને પતરા કાપીનીે મહીલાને બહાર કાઢી હતી. આ અકસ્માતમાં જે બીજજી કાર હતી તે લાલ કલરની બ્રીઝા હતી. તેમાં પાંચ લોકો સવાર હતા.
યશ મનોજભાઈ પટેલ, પ્રફુલ, પટેલ અને ત્રણ યુવતી ખુશી ગેલોડ, પલક પટેલ કૃપા પટેલ સવાર હતા. ખુશી નામની યયુવતીનીે સામાન્ય ઈજા પહોચી હતી અને જયારે અન્ય ચારને કોઈ જ પ્રકારનો ઈજાઓ થઈ ન હતી. તમામ ઓલપાડના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. સફેદ સ્વીફટ કારમાં બે લોકો સવાર હતા.