વાસણાના ૮૫% લોકો જે પાણી પીવે છે એ વોટર ટેન્કમાં યુવકો ન્હાવા પડ્યા
અમદાવાદ, AMCએ દુષિત પાણીને શુદ્ધ કરી ફરીથી ઉપયોગમાં લેવાય એના માટે વોટર ટેન્ક રાખ્યા હતા ત્યાં યુવકો પાણીમાં તરતા નજરે પડ્યા હતા. કેટલાક શખસોએ સ્વિમિંગ પૂલ સમજી AMCના પાણીના આ પ્રમાણેના ટેન્કરોમાં તરવાનું શરૂ કરી દીધું હતું.
આનો વીડિયો અત્યારે વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જ્યારે લોકોને કેવી રીતે અહીં પ્રવેશ મળી શકશે એ મુદ્દો પણ ઉઠ્યો હતો. આ શખસો કેવી રીતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તને તોડી આ પ્રમામે સ્વિમિંગ કરવા આવ્યા એ પણ મોટો સવાલ છે. રવિવારે જે વીડિયો વાયરલ થયો તેમાં ૫ યુવકો સુરક્ષા બંદોબસ્ત તોડી અહીં નાહવા પડ્યા હતા. ઓવરેડ ટાંકીઓ પર સુરક્ષા મુદ્દે શહેરમાં તપાસ શરૂ કરવાનો ર્નિણય લીધો છે.
આ ઘટના જવાહરનગરમાં ઓવરહેડ ટેન્ક પર બની હતી. આ ટેન્ક વાસણાના લગભગ ૮૫ ટકા રહેવાસીઓને પાણી પૂરૂ પાડે છે. અસામાજિક તત્વોએ ટેન્કમાં જે પ્રમાણે સ્વિમિંગ કર્યું એનાથી લોકોના સ્વાસ્થ્યનો મુદ્દો પણ ઉઠ્યો હતો. સવાલ એ થાય છે કે આ ઓવરહેડ ટેન્કમાં જે પાણીનો પુરવઠો છે તે સામાન્ય જનતા માટે છે. જાે આ પ્રમાણે લોકો સ્વિમિંગ કરવા લાગશે તો સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો હતો.
મ્યુનિસિપલ પરિસરમાં પ્રતિબંધિત વિસ્તારમાં જે પ્રમાણે યુવકો પ્રવેશ્યા એનાથી લોકોમાં રોષ ફેલાયો છે. અત્યારે આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેઓ ટાંકીની ટોચ પર ચઢી ગયા અને અંદર સ્વિમિંગ કરતા આ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહે તપાસના આદેશ આપ્યા છે.
તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તપાસના આદેશ આપ્યા છે. એલિસબ્રિજના MLA અમિત શાહે પત્ર લખી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આ વિસ્તાર પ્રતિબંધિત હોવો જાેઈએ. એટલું જ નહીં અહીં કેવી રીતે આ લોકોને એન્ટ્રી આપવામાં આવી છે. સામાન્ય જનતાને આ વોટર ટેન્કમાં જવાની મંજૂરી કેવી રીતે મળી શકે. આ તમામ પ્રશ્નોનો ઉલ્લેખ કરી તેમણે સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે એવું પણ તેમને જણાવ્યું હતું.