મજૂરી કરતા પિતાના પુત્રની એક વ્લૉગે ખોલી નાખી કિસ્મત
મુંબઈ, સૌરવ જાેશીની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે. પરંતુ, તેણે વ્લોગિંગની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે. યુટ્યુબ પર સૌરવની ચેનલના ૨૧ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલોઅર્સની સંખ્યા વધુ છે. તે ઉત્તરાખંડથી આવે છે. પિતા મજૂરી કામ કરતા હતા. અહીં સુધીની તેમની સફરની કહાણી જબરદસ્ત છે. સૌરવ જાેશીનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ કૌસાનીના એક નાના ગામમાં થયો હતો. આ ગામ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં આવેલું છે.
૧૯૯૭માં તેના પિતા કામની શોધમાં દિલ્હી આવ્યા હતા. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેના પિતા દિવસ-રાત કામ કરતા. તેના પરિવારમાં સૌરવ ઉપરાંત પિતા, માતા હેમા જાેશી, ભાઈ સાહિલ અને પિતરાઈ ભાઈ પિયુષ, દાદા અને દાદીનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં થોડા વર્ષો વિતાવ્યા પછી, સૌરવ જાેશીના પિતા હરિયાણાના હાસી શહેરમાં રહેવા ગયા. અહીં આવ્યા બાદ તેણે ઘરોમાં પીઓપીનું કામ કરવાનું શરૂ કર્યું. પોતે ગમે તેટલો સંઘર્ષ કર્યો હોય પણ બાળકો માટે કોઈ કમી આવવા દીધી ન હતી. સૌરવનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. તેને રોજ ઘર બદલવું પડતું. લગભગ ૯ મકાનો બદલ્યા બાદ તેણે પોતાનું ઘર ખરીદ્યું. આ કારણે સૌરવે ૧૨મા ધોરણ સુધી ૫ સ્કૂલ બદલી હતી. સૌરવ જાેષી અભ્યાસમાં સરેરાશ હતો.
ઇન્ટરમીડિયેટમાં તેના માર્કસ બહુ સારા ન હતા. આ પછી તેને ભવિષ્યની ચિંતા થવા લાગી. લોકોએ ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચરમાં કારકિર્દી બનાવવાનું સૂચન કર્યું. તે તૈયારી માટે દિલ્હી ગયો હતો.
કોચિંગ દરમિયાન તે ઘણું શીખ્યો. સૌરવ જાેશીનો ડ્રોઈંગમાં રસ ઘણો વધી ગયો હતો. દિલ્હીમાં એક વર્ષ કોચિંગ કર્યા પછી પણ તે આર્કિટેક્ચરમાં સિલેક્ટ થયો ન થતા તે ઘરે પાછો આવ્યો. જેના કારણે તે હતાશ થઈ ગયો હતો. તેણે તેના પિતા સાથે પીઓપી તરીકે કામ કરવાનું પણ શરૂ કર્યું. જ્યારે તે કામમાંથી ફ્રી પડે ત્યારે તે ચિત્ર દોરવા લાગતો હતો. સૌરવનું ડ્રોઈંગ જાેઈને તેના ભાઈએ સૂચન કર્યું કે તે યુટ્યુબ પર વીડિયો કેમ નથી બનાવતો.
આ પછી તેણે કલાને લગતી એક ચેનલ બનાવી. ૨૦૧૭માં તેણે પહેલો વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારબાદ તેણે યૂટ્યૂબ પર વીડિયો મુકવાનુ શરુ કરી દીધુ. આ દરમિયાન ચેનલનું નામ પણ ઘણી વખત બદલાયું. આખરે તેનું નામ સૌરવ જાેષી આર્ટસ નામ ફિક્સ કર્યુ. જાેકે, યૂટ્યૂબ પર તેણે ધાર્યુ હતુ તેવી પરિણામ ન આવ્યુ અને તેણે હાર માની લીધી.
જ્યારે બીજી તરફ એડ્રેસની ચકાસણી ન થવાના કારણે તેમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ પછી સૌરવે એક વ્લોગ ચેનલ બનાવી. આમાં પણ તેને અમુક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તેણે ધીરજ રાખી. ત્રીજા પ્રયાસમાં તે તેના વ્લોગિંગ ચેનલ એકાઉન્ટનું મોનિટાઈઝેશન કરવામાં સફળ રહ્યો. શરૂઆતમાં વ્લોગિંગનો પ્રતિસાદ પણ સારો ન હતો. ત્યારબાદ લોકડાઉન દરમિયાન એક દિવસ તેણે આખા પરિવાર સાથે ડ્રોઈંગનો વીડિયો અપલોડ કર્યો.
તેને જાેરદાર પ્રતિસાદ મળ્યો. આ પછી સૌરવે પાછું વળીને જાેયું નથી. તેમની યુટ્યુબ ચેનલ સૌરવ જાેશી વ્લોગના આજે ૨૧ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેણે વ્લોગિંગને પોતાનો પૂર્ણ સમયનો વ્યવસાય બનાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની લાંબી કતાર છે. અહીં સૌરવના ૪૨ લાખથી વધુ ફોલોઅર્સ છે. આજની તારીખમાં તે કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી.SS1MS