ર૦ વકીલોની ફરીયાદ શિસ્ત કમીટીને કાર્યવાહી માટે મોકલાઈ
વકીલો વિરૂધ્ધની ફરીયાદમાં ૬૧ વકીલોના ખુલાસા પુછાયા
(એજન્સી)અમદાવાદ, ધારાશાસ્ત્રીી એડવોકેટસ એકટ અનુસાર કામગીરી ન કરેલા હોય તો તેવા ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં એડવોકેટસ એકટ ૧૯૬૧ની કલમ-૩પ ના ભંગ થવવા માટેની ફરીયાદ આવતી હોય છે.
આવી ૯૭ ફરીયાદ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મળી હતી. તે પૈકી ૬૧ વકીલોના બાર કાઉન્સીલે ખુલાસા પુછવામાં આવ્યા છે. જયારે ર૦ વકીલોની ફરીયાદ શિસ્ત કમીટીીને કાર્યવાહી માટે મોકલાઈ છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ જેટલા ધારાશાસ્ત્રીઓ નોધાયેલા છે. અને દરેક ધારાશાસ્ત્રીઓને એડવોકેટ એકટ ૧૯૬૧ પ્રમાણે નોધણી અપાય છે. અને દરેક ધારાશાસ્ત્રીએ એડવોકેટસ એકટસ અનુસાર પોતાના અસીલ સાથે કોર્ટ નિયમ અનુસાર કામગીરી કરવાની હોય છે. ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન નલીની ડી.પટેલ, વાઈસ-ચેરમેન હીતેષ પટેલના નેજા હેઠળ શનીવારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સાધારણ સભા મળી હતી.
જેમાં સમગ્ર ગુજરાતના ૯૭ ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધ આશરે ૬ માસ દરમ્યાન ફરીયાદો આવેલી હતી. જેમાં ૬૧ ધારાશાસ્ત્રી વિરૂધ્ધ ફરીયાદોમાં ધારાશાસ્ત્રીઓના ખુલાસો મંગાવવાયા છે. જયારે ર૦ જેટલા ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધની ફરીયાદો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની શિસત કમીટીને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવી છે.
આ ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની ઓલ ઈન્ડીયા બાર એકઝામ-૧૭ની પરીક્ષામાં રાજકોટ કેન્દ્ર ખાતેનું પરીણામ રદ કરવામાં આવ્યું હતું. તે માટે રાજકોટ કેન્દ્ર ખાતે ૪૦૦૦ ઉપરાંતના વિધાર્થીઓને અન્યાય ન થાય અને કેટલાક અનીષ્ઠ તત્વોને કારણે સમગ્ર વિધાર્થીઓના ભાવીને નુકશાન ન થાય તે માટે તેમના હિત માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનું એક પ્રતીનીધીમંડળ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેનને આવતા સપ્તાહમાં મળવાનો ઠરાવ કર્યો છે.