ગુજરાતની આ નગરપાલિકા પાસે પોતાનું મકાન હોવાં છતાં ભાડાના મકાનમાં કાર્યરત
એક પછી એક સરકારી કચેરીઓ અન્યત્ર ખસેડાતા મોડાસા નગરનો મુખ્યમાર્ગ સૂમસામ
મોડાસા, મોડાસા ટાઉન હોલ પોલીસ ચોકી ચાર રસ્તાથી જુની પાલિકા કચેરી સુધી અનેક સરકારી કચેરીઓ હતી જેમાં પ્રાંત ઓફીસ, તાલુકા પંચાયત કચેરી, ટાઉન પોલીસ સ્ટેશન, સબ-ટ્રેઝરી ઓફીસ મામલતદાર ઓફીસ, ડીવાયએસપી ઓફીસ, સીટી સર્વે ઓફીસ, તલાટી કચેરી અને સર્કલ ઓફીસ અગાઉ કાર્યરત હતી.
ધીમે ધીમે એક પછી એક અહીંથી ઓફીસો હટાવી અન્ય સ્થળે લઈ જવામાં આવી છે. મોડાસા નગરનો આ મુખ્ય માર્ગ હતો અને લોકોની અવર-જવરથી ધમધમતો હતો તે આ ઈન્ટરનલ રોડ ઓફીસો જવાથી વેરાન સુમસામ થઈ ગયો છે. આ માર્ગનો વેપાર પડી ભાંગ્યો છે
વળી અહીં નહેરુ કેબિન એસો.ના ૮૯ કેબીન ધારકોનું શોપિંગ કોમ્પલેક્ષ રિઝર્વ બેંકના ચુકાદા આધારીત રાજય સરકારના આદેશથી નિર્માણ પામશે પણ કોઈ અગમ્ય કારણસર લાંબા સમયથી નગરપાલિકા બાંધકામની મંજુરી આપતી નથી.
બીજી તરફ નગરપાલિકા પાસે પોતાનું મકાન બિલ્ડિંગ હોવા છતાં મામલતદાર કચેરી ભવનમાં માસીક અંદાજે બે લાખ રૂપિયાના ભાડાથી ત્યાંકાર્યરત છે. જાેકે જાણવા મળ્યું છે તે મુજબ પાલિકા સરકારમાં ભાડુ ભરતી નથી અને તાલુકા કક્ષાની મામલતદાર કચેરી હાલ જિલ્લા કક્ષાના જિલ્લા સેવા સદનમાં કાર્યરત છે.
આ બાબત કલેકટર પ્રશિસ્ત પારીકના ધ્યાને આવતા તેઓએ જુની નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી અને આ જુની બિલ્ડિંગનું સમારકામ અને રંગરોગાન કરાવી છ માસમાં પાલિકા ટ્રાન્સફર કરી કાર્યરત કરવા સુચના આપી હતી.