ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં દર બે દિવસે પાણી આવે છે
ગાંધીનગર, પાટનગરના ઈન્દ્રોડા ગામમાં ફરી એકવાર પાણીના પોકાર પડવા લાગ્યા છે ઈન્દ્રોડા ગામના વાડીવાળો વાસ સહિતના આસપાસના વિસ્તારમાં પાણીનો નથી પુરતો ફોર્સ મળતો કે નથી પાણી નિયમિત મળતું. ઘણીવાર તો બે દિવસે પાણી આવે છે એટલે વાડીવાળા વાસ સહિતના વિસ્તારમાં પાણીના પોકાર પડે છે.
પાટનગરમાં વિવિધ સેકટરોમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પોકાર પડી રહ્યાં છે. ચોમાસું હજુ દુધ જણાય છે અને શહેરમાં મટાભાગના વિસ્તારોમાં પાણીની નવી પાઈપલાઈન નાંખવાનું કામ લગભગ પુરું થઈ ગયું છે તેમ છતા હજુ પણ શહેરના કેટલાંક વિસ્તારમાં પાણીના ફોર્સની સમસ્યા ઉકેલાઈ નથી.
ગાંધીનગરના ઈન્દ્રોડા ગામમાં કેટલાંક વિસ્તારમાં પાણીનો પ્રશ્ર ઉકેલાઈ ગયો છે. પરંતુ વાડીવાળો વાસ સહિત તેની આસપાસના વિસ્તારમાં હાલ પણ પાણીનો ફોર્સ ખુબ ઓછો આવે છે જેના કારણે જરૂરિયાત જેટલું પાણી મળી શકતું નથી અને નાગરિકો પરેશાનીનો ભોગ બની રહ્યાં છે.
આ વિસ્તારમાં અગાઉથી જ પાણીના ફોર્સની સમસ્યા રહી છે અને ગામના અમુક વિસ્તારમાં પહેલેથી જ પીવાના પાણીનો ફોર્સ પૂરતો મળતો ના હોવાથી નાગરિકોને ફરજિયાત ઈલેકિટ્રક મોટરથી પાણી ખેંચવું પડે છે જેથી ગ્રામજનોને વીજખર્ચનો પણ ભારે બોજ વેઠવાનો વારો આવે છે.
જાેકે તાજેતરમાં જે સ્થિતિ સર્જાઈ છે તે અનુસાર અત્યારે ઈન્દ્રોડા ગામમાં વાડીવાળો વાસ વિસ્તારમાં પાણીનો ફોર્સ મળતો નથી જેના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યાં છે.