ખેરના લાકડાની ચોરી કરતાં ખેડબ્રહ્મા વન વિભાગના સ્ટાફે ત્રણને દબોચ્યા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા વન વિભાગના આરએફઓ અજયસિંહ એલ ભાટીને બાતમી મળેલ કે અંબાજી તરફથી અનામત ખેરના લાકડા ભરીને આઇસર ગાડી ખેડબ્રહ્મા તરફ આવી રહી છે તે આધારે બે લાખના લાકડા સાથે ત્રણ લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી?
ખેડબ્રહ્મા વન વિભાગ ના આરએફઓ અજયસિંહ એલ ભાટીને બાતમી મળેલ કે અંબાજી તરફથી ખેડબ્રહ્મા તરફ અનામત ખેરના લાકડી ભરેલી આઇસર ગાડી નંબર ખ્તદ્ઘ ૦૫ વાય વાય ૯૩૭૦૧૩ આવી રહી છે જે આધારે તેમણે તેમના સ્ટાફના દ્બૈ કુંપાવત, એલબી બુંબડિયા, એઆર વિહોલ, ડીજે ચૌધરી, એસ આર રાઠોડ, એસડી પટેલ
તથા એ જે બુબડીયા તથા ખેડબ્રહ્મા પીએસઆઇ આર જે ચૌહાણ તથા પીએમ ચારણ તથા ની.આઈ. સોલંકી વિગેરેએ આગીયા ગામ પાસે હાઇવે રોડ પર પેટ્રોલિંગ કરતા અંબાજી તરફથી આવી રહેલ આઇસર ગાડીને પકડી તેમાંથી અનામત ઝાડ ખેર કિંમત રૂપિયા બે લાખ તથા
આઇશર ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ પાંચ લાખનો મુદ્દા માલ પકડી ત્રણ આરોપીઓ ૧.તાહિર ઈબ્રાહીમ હુરી ઉ.વ. ૩૨ રહે.ગોધરા જી પંચમહાલ, ર, સુફિયન મોહમ્મદ માલા ૩૧ રહે પોપટપુરા તા ગોધરા જી પંચમહાલ તથા ૩ તાહીર યુસુફ ભોગલીયા ઉ.વ. ૩૩ તા ગોધરા જી પંચમહાલ વિરુદ્ધ ભારતીય અને અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૪૧( ૨ )હ્વ તથા બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ ના નિયમ મુજબ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.