ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં આ વખતે મોડે સુધી ચોમાસુ રહેતા કૃષિને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ચોમાસુ વિદાય લઈ લેતા ખેડૂતોએ રવિ પાકની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ અરબી સમુદ્રમાં ફરી એક વખત બે સીસ્ટમો સક્રિય થતાં રાજયના મોટાભાગના વિસ્તારોમાં તા.૪થી ના રોજ માવઠુ થવાની આગાહી કરતા ખેડૂતો ચિંંતિત બની ગયા છે. ગઈકાલ રાતથી જ રાજયના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને ક્યાંક માવઠું થયાના પણ સમાચાર મળી રહયા છે. સાથે સાથે માવઠાના કારણે માર્કેટયાર્ડોમાં અનાજ પણ પલળી રહયું છે.
ગુજરાતમાં આ વખતે ભારેથી અતિભારે વરસાદ પડયો છે સાથે સાથે મોડે સુધી ચોમાસુ ચાલુ રહેતા ખેડુતોનો પાક બળી ગયો છે અને શિયાળુ પાકની વાવણી પણ સમયસર થઈ શકી ન હતી. ભારે વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સાથે સાથે પશુઓનો ઘાસચારો પણ કોહવાઈ ગયો છે. ખેડૂતોને થયેલા કરોડો રૂપિયાના નુકસાનના પગલે રાજયભરમાં કૃષિ વીમાના મુદ્દે ભારે ઉહાપોહ મચેલો છે તમામ ખેડૂતો પાયમાલ થઈ જતાં વીમા કંપનીઓ વીમો ચુકવવા માટે હાથ અધ્ધર કરી દીધા હોય તેવી પરિÂસ્થતિ સર્જાઈ છે. બીજીબાજુ રાજય સરકારે પણ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે જેનાથી ખેડૂતોને થોડીક રાહત થઈ છે હજુ આ મુસીબતમાંથી ખેડૂતો બહાર આવી રહયા છે અને રવિ પાકની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
દિવાળી સુધી રાજયમાં પડેલા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લેતા હવે ખેડૂતો રવિ પાક માટે તૈયારીઓ શરૂ કરી છે ત્યાં જ હવામાન વિભાગે ફરી એક વખત ગુજરાતમાં માવઠુ થવાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં હવાનું હલકુ દબાણ સર્જાતા એક સાથે બે સીસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાત પર થવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં તા.૪થી ડીસેમ્બરની આસપાસ માવઠુ થવાનું છે જાકે છુટાછવાયા ઝાપટા પડશે પરંતુ આ માવઠાથી જગતનો તાત વધુ ચિંતિત બન્યો છે.