Western Times News

Gujarati News

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ૮૧ અજ્ઞાત મૃતદેહોના સામૂહિક અગ્નિસંસ્કાર કરાશે

નવી દિલ્હી, ઓડિશા ટ્રેન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૮૧ લોકોના મૃતદેહોને ઓળખવા માટે DNA મેચિંગના પરિણામની રાહ જાેઈ રહેલા ઘણા વ્યાકુળ પરિવારો પાસે સામૂહિક અગ્નિસંસ્કારમાં ભાગ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. જેના માટે સત્તાધીશોએ સોમવારે ચાર સંભવિત સ્થળોની ઓળખ કરી હતી. 81 unidentified dead bodies of Odisha train accident will be cremated

જેમાં ભુવનેશ્વરની પસંદગી કરી અહીં અંતિમ સંસ્કાર થવાની ધારણા છે. ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પગલું બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે ત્રિપલ ટ્રેન અકસ્માતના લગભગ ૧૧ દિવસ પછી આવ્યું હતું. ૨૮૮ લોકોનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેમાંથી મોટાભાગના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ હતી.

આમાંથી ૭૫ DNA સેમ્પલને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં દિલ્હી ખાતે મેચિંગ માટે મોકલાયા છે. મેડિકલ સુપરિટન્ડેન્ટ દિલીપ કુમાર પરિડાએ જણાવ્યું હતું કે મૃતદેહોમાં ડિકોમ્પોઝિશનના વધુ કોઈ સંકેતો જાેવા મળ્યા નથી. ડિકોમ્પોઝિશનના સંકેતોની તપાસ કરવા માટે દરરોજ રેન્ડમ ચેક કરવામાં આવે છે.

નાગરિક સંસ્થા તો આ મૃતદેહોના સામૂહિક નિકાલ માટે તૈયાર છે, તેઓ અત્યારે માત્ર એક સૂચનાની રાહ જાેઈને બેઠા છે. જાેકે હવે તંત્ર તરફથી આ અંગે આદેશ ક્યારે આવે છે તેના પર બધું ર્નિભર છે. સત્યનગર ઇલેક્ટ્રીક સ્મશાનગૃહની વાત કરીએ તો જ્યારે કોવિડ મહામારી હતી ત્યારે મૃતદેહોના ઢગલા થઈ ગયા હતા.

મહામારીમાં આ સ્થળ સૌથી વધુ વ્યસ્ત રહ્યું હતું. અધિકારીઓએ પહેલાથી જ રાજ્ય સરકારને જાણ કરી દીધી છે કે ૧૫ જૂન પછીની કોઈપણ તારીખે અગ્નિસંસ્કાર કરી શકાય એવી ધારણા છે.

જાે જરૂરિયાત ઊભી થઈ તો આ દિવસે સામૂહિક અગ્નિસંસ્કારની વ્યવસ્થા પણ કરાશે. અધિકારીઓએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં જે સામે અવુયં છે તે તે છે કે દુર્ઘટના સ્થળની પાસે કંઈક કામ ચાલી રહ્યું હતું. એક ડિસ્કનેક્શન મેમોને અને એક રિકનેક્શન મેમો સ્ટેશન મેનેજર દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

તેઓએ કહ્યું કે, જાે કે, ખરેખરમાં ટેકનિશિયને સિસ્ટમને નજરઅંદાજ કરી, કારણ કે કામ પૂરું થયું નહોતું અને તેણે કોરોમંડલ એક્સપ્રેસ માટે ગ્રીન સિગ્નલ પ્રાપ્ત કરવા માટે લોકેશન બોક્સમાં હેરાફેરી કરી. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સ્ટેશન યાર્ડમાં લેવલ ક્રોસિંગ ગેટ, સિગ્નલિંગ રુમ અને દૂરસંચાર ઉપકરણને રિલે હટ તરીકે માનવામાં આવવું જાેઈએ અને જ્યાં સુધી ડબલ લોક વ્યવસ્થા પૂરતી પાડવામાં ન આવે ત્યાં સુધી હાલની સિંગલ લોકની ચાવી સ્ટેશન માસ્ટર પાસે રહેશે.

આદેશમાં કહેવાયું છે કે, સ્ટેશન રિલે રુમની જેમ જ સ્ટેશન માસ્ટર દ્વારા ચાવી જારી કરવી અને જમા કરવાના સંબંધમાં પ્રાસંગિક એન્ટ્રીઓ રાખવામાં આવશે. આદેશમાં કહેવાયું છે કે, ડ્યુટી પર સહાકસ સ્ટેશન મેનેજર દ્વારા ચાવી સોંપવી અને પાછી લેવાના પ્રોફાર્મામાં એક કોલમ હશે, જેમાં એ નિર્દિષ્ટ કરવામાં આવશે કે જે સ્થળ માટે ચાવી દેખરેખ રાખતા કર્મચારીઓ દ્વારા લેવામાં આવી હતી, તેને યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા તાળુ લગાવી દેવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.